ગાંગુલીએ વિરાટ કોહલી વિશે કર્યો મોટો ખુલાસો, માત્ર 3 જ સેકન્ડમાં આ કામ માટે થયો રાજી

ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા તેના અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવવામાં સફળ રહ્યાં. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિના સભ્ય હતાં ત્યારે ત્રણ વર્ષ પહેલા સ્થાનિક સ્તરે પણ ગુલાબી દડાથી મેચ રમાઈ હતી. 

ગાંગુલીએ વિરાટ કોહલી વિશે કર્યો મોટો ખુલાસો, માત્ર 3 જ સેકન્ડમાં આ કામ માટે થયો રાજી

નવી દિલ્હી: બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ શનિવારે ખુલાસો કર્યો કે બાંગ્લાદેશ વિરુદ્ધ ડે નાઈટ મેચ રમવા માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 3 જ સેકન્ડમાં સહમતિ આપી દીધી હતી. ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા તેના અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવવામાં સફળ રહ્યાં. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિના સભ્ય હતાં ત્યારે ત્રણ વર્ષ પહેલા સ્થાનિક સ્તરે પણ ગુલાબી દડાથી મેચ રમાઈ હતી. 

ભારત જો કે પહેલીવાર બાંગ્લાદેશ વિરુદ્ધ 22મીથી 26 નવેમ્બર સુધી ઈડન ગાર્ડન્સમાં પોતાની પહેલી ડે નાઈટ મેચ રમશે. પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ હતી. ગાંગુલીએ મુંબઈમાં 24 ઓક્ટોબરના રોજ સિલેક્ટર્સની મિટિંગ અગાઉ કોહલી સાથે બેઠક અંગે કહ્યું કે "ઈમાનદારીથી કહુ તો મને નથી કે કયા કારણ સર તેઓ (એડીલેડમાં) ડે નાઈટ ટેસ્ટ મેચ રમવા માંગતા નહતાં. મેં તેની સાથે એક કલાક સુધી વાત કરી અને પહેલો સવાલ એ હતો કે આપણે  દિવસ રાત ટેસ્ટ મેચ કરવી પડશે અને ત્રણ સેકન્ડમાં જવાબ મળી ગયો કે તમે આમ કરી શકો છો."

ગાંગુલીએ કોલકાતામાં પાંચવારના આઈસીસીના વર્ષના સર્વશ્રેષ્ઠ એમ્પાયર રહી ચૂકેલા સાઈમન ટફેલના પુસ્તક ફાઈન્ડિંગ ધ ગેપ્સના લોકાર્પણ અવસરે આ નિવેદન આપ્યું હતું. ભારતીય ટીમે આ અગાઉ ગત વર્ષે એડીલેડ ઓવલમાં ગુલાબી બોલથી રમવાનો ઓસ્ટ્રેલિયાનો આગ્રહ ફગાવ્યો હતો. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિવસ રાત ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ પણ મંજૂર થઈ શક્યો નહતો. 

જુઓ LIVE TV

ગાંગુલીએ કહ્યું કે હું નથી જાણતો કે પૂર્વમાં શું થયું અને તેના કારણો શું હતાં. પરંતુ મેં જાણ્યું કે તેમને (વિરાટ)ને દિવસ રાત ટેસ્ટ મેચ રમવું સ્વીકાર્ય છે. તે પણ જાણે છે કે ટેસ્ટ મેચોમાં દર્શકોની ખાલી ગેલેરી આગળ વધવા માટેની યોગ્ય ટેકનિક નથી. તેમણે કહ્યું કે હું જાણું છું કે ટી 20માં દરેક સ્ટેન્ડ ખીચોખીચ ભરેલુ હોય છે પરંતુ ટેસ્ટ મેચમાં યોગ્ય મેનેજમેન્ટથી દર્શકો મળી શકે છે. આ ભારત માટે શરૂઆત છે. મારું માનવું છે કે તેનાથી ટેસ્ટ  ક્રિકેટના સારા દિવસો પાછા ફરશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news