વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો


વિરાટ કોહલીએ મુંબઈ વિરુદ્ધ 13 રન બનાવતા આ ખાસ મુકામ હાસિલ કર્યો હતો. તેણે પોતાના ટી20 કરિયરની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો છે. 

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

દુબઈઃ વિરાટ કોહલીએ આઈપીએલ 2021માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચાલી રહેલી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. વિરાટે ટી-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલી વિશ્વ ક્રિકેટમાં આમ કરનાર પાંચમો બેટ્સમેન છે. તેની પહેલા ક્રિસ ગેલ, કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટના આ નાના ફોર્મેટમાં 10 હજાર રન બનાવી ચુક્યા છે. વિરાટે ગેલ બાદ સૌથી ઝડપી 10 હજાર રન પૂરા કર્યા છે અને તેણે બાકી ત્રણેય બેટ્સમેનોને આ મામલામાં પાછળ છોડ્યા છે. 

વિરાટ કોહલીએ મુંબઈ વિરુદ્ધ 13 રન બનાવતા આ ખાસ મુકામ હાસિલ કર્યો હતો. તેણે પોતાના ટી20 કરિયરની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો છે. કોહલી ફટાફટ ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી 5 સદી અને 73 અડધી સદી ફટકારી ચુક્યો છે અને તેનો સર્વાધિક સ્કોર 113 રન રહ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં વિરાટ 6 હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ચેન્નઈ વિરુદ્ધ રમાયેલી છેલ્લી મેચમાં કોહલી 53 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી કોહલી બાદ ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રોહિત શર્મા છે, જેણે 351 મેચની 338 ઈનિંગમાં અત્યાર સુધી 9348 રન બનાવ્યા છે. આ દરમિયાન હિટમેને છ સદી અને 65 અડધી સદી ફટકારી છે. 

ભારત તરફથી ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

10040 - વિરાટ કોહલી

9348 - રોહિત શર્મા

8649 - સુરેશ રૈના

8618 - શિખર ધવન

વિરાટ કોહલીએ તોડ્યો વોર્નરનો રેકોર્ડ
વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરવાના મામલામાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે 299 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરી વોર્નરને પાછળ છોડી દીધો છે. વોર્નરે આ આંકડો 303 ઈનિંગમાં પાર કર્યો હતો. સૌથી ઓછી ઈનિંગમાં દસ હજાર રન પૂરા કરનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેણે 285 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. 

ટી20માં સૌછી ઓછી ઈનિંગમાં 10,000 રન પૂરા કરનાર ટોપ-5 બેટ્સમેન

285 - ક્રિસ ગેલ

299 - વિરાટ કોહલી

303 - ડેવિડ વોર્નર

368 -શોએબ મલિક

450 - કીરોન પોલાર્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news