India vs Australia: ભારતીય કેપ્ટનોમાં શિખર પર પહોંચવાની નજીક છે કોહલી

કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિદેશી ધરતી પર પણ તેની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. પરંતુ વિદેશી મેદાનોમાં તેને સૌથી વધુ જીત શ્રીલંકામાં મળી છે. 
 

 India vs Australia: ભારતીય કેપ્ટનોમાં શિખર પર પહોંચવાની નજીક છે કોહલી

નવી દિલ્હીઃ વિરાટ કોહલીને ભારતના સૌથી સફળ કેપ્ટન બનાવ માટે માત્ર ત્રણ જીતની જરૂર છે અને જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્તમાન સિરીઝમાં ટીમ ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી તો તે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને કેપ્ટનશિપમાં શિખર પર પહોંચી જશે. 

વિશ્વના નંબર એક બેટ્સમેન કોહલીની આગેવાનીમાં ભારતે અત્યાર સુધી 43 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 25માં જીત મેળવી છે. બાકી નવમાં ભારતને હાર અને આટલા મેચ ડ્રો રહ્યાં છે. અત્યારે ધોની ભારતનો સફળ કેપ્ટન છે જેના નામ પર 60 મેચોમાં 27મા જીત મેળવી છે. મતલબ કોહલીને તેની બરાબરી કરવા માટે હવે માત્ર બે જીતની જરૂર છે. 

એડિલેડ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની સિરીઝનો શાનદાર પ્રારંભ કર્યો છે અને તેવામાં તેની પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ધરતી પર સિરીઝ જીતવાની સંભાવના વધી ગઈ છે. 

કોહલી સૌથી સફળ ભઆરતીય કેપ્ટન બનતા પહેલા વિદેશોમાં સૌથી વધુ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની શકે છે. અત્યારે આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે છે જેના નેતૃત્વમાં ભારતે વિદેશની ધરતી પર સર્વાધિક 11 ટેસ્ટ મેચ જીતી છે જ્યારે કોહલી 11 ટેસ્ટ મેચોમાં જીતની સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે. 

કોહલીની આગેવાનીમાં ભારતે શ્રીલંકામાં સર્વાધિક 5 જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં બે મેચ જીતી છે. આ સિવાય તેની આગેવાનીમાં ટીમે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં એક-એક મેચમાં વિજય મેળવ્યો છે. 

ઓસ્ટ્રેલિયાની ધરતી પર મેચ જીતનાર તે પાંચમો ભારતીય કેપ્ટન છે. બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં બે મેચ જીતી હતી અને કોહલી આ રેકોર્ડને તેના નામે કરવા ઇચ્છશે. સુનીલ ગાવસ્કર, ગાંગુલી અને અનિલ કુંબલેની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં એક-એક મેચ જીતી હતી. 

કેપ્ટન મેચ જીત હાર ડ્રો  
એમએસ ધોની 60 27 18 15  
વિરાટ કોહલી 43 25 9 9  
સૌરવ ગાંગુલી 49 21 13 15  
અઝહરુદ્દીન 47 14 14 19  
સુનીલ ગાવસ્કર 47 9 8 30  

કોહલી જો ઓસ્ટ્રેલિયામાં સૌથી સફળ ભારતીય કેપ્ટન ન બની શકે તો પણ તે 2019મા તે આ રેકોર્ડ તેના નામે કરી શકે છે. ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી) અનુસાર ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ 2019મા કુલ આઠ ટેસ્ટ મેચ રમવાની છે. 

એફટીપી અનુસાર ભારતે માર્ચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ એક ટેસ્ટ રમવાની છે અને ઈંગ્લેન્ડમાં જૂનમાં યોજાનારા વિશ્વકપ બાદ જુલાઈમાં બે ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે. તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતનો પ્રથમ પ્રવાસ હશે. ભારત આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકાના ત્રણ અને બાંગ્લાદેશના બે ટેસ્ટ મેચોની યજમાની કરશે. 

કોહલીએ વિશ્વના સૌથી સફળ કેપ્ટન બનવા માટે હજુ લાંબી મંજીલ કાપવાની બાકી છે. આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે, તેણે 109 ટેસ્ટમાંથી 53 મેચોમાં જીત નોંધાવી હતી. સ્મિથ બાદ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (48 જીત), સ્ટીવ વો (41), વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇડ લાયડ (36), ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (32), ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ (28), વેસ્ટ ઈન્ડિઝના વિવ રિચર્ડ્સ અને ભારતના ધોની (બંન્ને 27) તથા ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલર, ઈંગ્લેન્ડના માઇકલ વોન અને પાકિસ્તાનના મિસબાહ-ઉલ-હક (ત્રણેય 26)નો નંબર આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news