પાકના પૂર્વ દિગ્ગજ સ્પિનરે કહ્યું, કોહલી અને ઇમરાનમાં ઘણી સમાનતાઓ
અબ્દુલ કાદિરે કહ્યું કે વિરાટ તે મહાન ખેલાડીઓમાં સામેલ છે, જે જવાબ આપવાનું જાણે છે. તે હાવી થઈને રમે છે.
Trending Photos
કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર અબ્દુલ કાદિરે કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દેશના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે. કાદિરે મંગળવારે રાત્રે એક ટીવી શો પર કહ્યું, જો વિરાટ કોહલીને બેટ્સમેન કે કેપ્ટન તરીકે જોવ તો હું કરી શકું કે તે ઇમરાનની જેમ છે. ઇમરાન પણ પોતાની મિશાલ રજૂ કરતો હતો, જેથી બીજા તેના પગલા પર ચાલી શકે.
તેમણે કહ્યું, હું બંન્નેની તુલના કરીશ નહીં. પરંતુ કોહલીમાં પણ મોરચાની આગેવાની કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું, કોહલી પણ જવાબદારી લે છે અને તે પ્રદર્શનની મિસાલ રજૂ કરે છે, જેથી બીજા સારૂ રમે.
આ પહેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કોહલીની તુલના સર વિવિયન રિચર્ડ્સ અને ઇમરાન સાથે કરી હતી. કાદિરે કહ્યું, ઇમરાન તેવી વ્યક્તિ હતો અને તે બીજા ખેલાડીઓ પાસેથી સારૂ પ્રદર્શન કરાવી લેતા હતા. કોહલી હજુ ત્યાં સુધી પહોંચ્યો નથી, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે મોરચાની આગેવાની કરે છે.
પાકિસ્તાન માટે 67 ટેસ્ટ અને 104 વનડે રમી ચુકેલા દિગ્ગજ સ્પિનર કાદિરે રવિ શાસ્ત્રીના તે નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેણે કોહલીની તુલના વેસ્ટઈન્ડિઝના મહાન ખેલાડી સર વિવિયમન રિચર્ડ્સ અને પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાન સાથે કરી હતી.
ભારતીય કોચે કહ્યું હતું, વિરાટ તે મહાન ખેલાડીઓમાં સામેલ છે, જે જવાબ આપવાનું જાણે છે. તે હાવી થઈને રમવા ઈચ્છે છે અને કામને લઈને તે જે રીતે પ્રતિબદ્ધ છે તેમ બીજો ખેલાડી નથી. મને લાગે છે કે ભારત ભાગ્યશાળી છે તે તેની પાસે આવો કેપ્ટન છે. મને તે આ મામલે ઇમરાન ખાનની યાદ અપાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે