Vinesh Phogat Retirement:"માં, કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ.." વિનેશ ફોગાટે ડિસક્વોલિફાઇ થયા બાદ જાહેર કરી દીધી નિવૃત્તિ

Vinesh Phogat Announces Retirement: વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. 50 કિલોગ્રામના ફાઇનલમાં વજન માટે જ્યારે વિનેશ ફોગાટ પહોંચી તો તેનું વજન હોવું જોઈએ તેના કરતાં 100 ગ્રામ વધારે નીકળ્યું. જેના કારણે તેને તેના કરિયરના સૌથી મોટા દિવસ માટે અયોગ્ય ગણાવી દેવામાં આવી

Vinesh Phogat Retirement:"માં, કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ.." વિનેશ ફોગાટે ડિસક્વોલિફાઇ થયા બાદ જાહેર કરી દીધી નિવૃત્તિ

Vinesh Phogat Announces Retirement:ભારતીય પહેલવાન વિનેશ ફોગાટએ ગુરુવારે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વિનેશ ફોગાટ બુધવારે ઓલમ્પિકમાંથી ડીસ્કોલીફાઈ થઈ હતી. ત્યારબાદ તેણે કુસ્તિથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો છે. વિનેશ ફોગાટે પોતાનું દુઃખ વ્યક્ત કરી લખ્યું છે કે "માં, કુસ્તી જીતી ગઈ હું હારી ગઈ.." વિનેશ ફોગાટ બુધવારે પેરિસ ઓલમ્પિક 2024 માં 50 કિલો ફ્રીસ્ટાઈલ ફાઈનલમાંથી ડિસ્કોલીફાઈ થઈ ગઈ હતી. 

જણાવી દઈએ કે વિનેશ ફોગાટ ઓલમ્પિક ફાઇનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા પહેલવાન બનીને ઇતિહાસ રચી ચુકી છે. વિનેશ ફોગાટ સિલ્વર મેડલ લાવશે તે નક્કી લાગી રહ્યું હતું. પરંતુ તેનું વજન 100 ગ્રામ વધારે નીકળ્યો. 29 વર્ષની વિનેશ ફોગાટને ખેલગાંવમાં હોલી ક્લિનિક લઈ જવામાં આવી, કારણ કે તેના શરીરમાં પાણીની ખામી હતી. સેમી ફાઇનલમાં જીત્યા પછી વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલ જીતવાનો ગોલ્ડન ચાન્સ હતો. પરંતુ વિનેશ ફોગાટ અને ભારતની આશાઓ પર 100 ગ્રામ વજન ભારી પડી ગયું. 

વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. 50 કિલોગ્રામના ફાઇનલમાં વજન માટે જ્યારે વિનેશ ફોગાટ પહોંચી તો તેનું વજન હોવું જોઈએ તેના કરતાં 100 ગ્રામ વધારે નીકળ્યું. જેના કારણે તેને તેના કરિયરના સૌથી મોટા દિવસ માટે અયોગ્ય ગણાવી દેવામાં આવી અને તે ઓલમ્પિકથી બહાર નીકળી ગઈ. 

ફક્ત 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે વિનેશ ફોગાટને ડિસ્કોલીફાઈ કરવામાં આવી તેને લઈને ભારતીય અધિકારીઓએ પણ નિયમ ને લઈને અનેક પ્રયત્નો કર્યા. પરંતુ આ નિયમમાં ફેરફાર થયો નહીં અને ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવાનો ગોલ્ડન ચાન્સ વિનેશ ફોગાટના હાથમાંથી નીકળી ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news