સુપરક્યૂટ છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની પુત્રી વામિકા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી વામિકાની ઝલક ફેન્સને પહેલીવાર જોવા મળી. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વામિકાની સાથે ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી.

સુપરક્યૂટ છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની પુત્રી વામિકા

કેપટાઉન: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી વામિકાની ઝલક ફેન્સને પહેલીવાર જોવા મળી. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વામિકાની સાથે ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી. વિરાટે જ્યારે પોતાની અર્ધસદી ફટકારી ત્યારે વામિકા અનુષ્કાના ખોળામાં તાળીઓ વગાડતી જોવા મળી.

1 વર્ષની થઈ વામિકા કોહલી:
વામિકા હાલમાં જ એક વર્ષની થઈ છે. 11 જાન્યુઆરીએ તેનો પહેલો જન્મદિવસ હતો. વિરાટ કોહલીના ફેન્સ પહેલીવાર વામિકાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. અને તેમણે ટ્વિટર પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી. વામિકાને જોયા પછી ફેન્સે કહ્યું કે તે એકદમ તેના પિતા પર ગઈ છે. કેટલાંકે તો તેને વિરાટ કોહલીની ઝેરોક્સ કોપી કહી.

— Hari Krish (@HariKrish_D95) January 23, 2022

સુપરક્યૂટ છે વામિકા:
તસવીરોમાં જોઈ શકાય છે કે વામિકા એકદમ સુપર ક્યૂટ લાગી રહી છે. માતા અનુષ્કાની સાથે વામિકા અત્યંત ખુશ જોવા મળી રહી છે. તેની ક્યૂટ સ્માઈલ કોઈપણને પોતાની તરફ ખેંચે તેવી છે.
पहली बार दिखी Virat Kohli की बेटी Vamika की झलक, मैच के दौरान Anushka Sharma की गोद में आईं नजर

વિરાટ કોહલીએ અપીલ કરી:
વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે અમારી પુત્રીની તસવીર સ્ટેડિયમમાં ક્લિક કરવામાં આવી છે અને તે સતત શેર કરવામાં આવી રહી છે. અમે તમને જણાવવા માગીએ છીએ કે અમને ઓફ ગાર્ડ પકડવામાં આવ્યા અને ત્યારે અમને ખબર ન હતી કે કેમેરાની નજર અમારા પર જ છે. પુત્રીની તસવીરને લઈને અમારું વલણ પહેલાં જેવું જ છે. અમે આશા રાખીએ છીએ કે વામિકાની તસવીર ક્લિક ન કરશો અને તેને ક્યાંય છાપશો નહીં. તેની પાછળ કારણ તે જ છે જે પહેલાં બતાવવામાં આવ્યું છે. થેન્ક યૂ.

— Gaurav (@Kohli4ever) January 23, 2022

શું કહ્યું હતું વિરાટ-અનુષ્કાએ:
વિરાટ અને અનુષ્કાએ આ પહેલાં લોકોને અપીલ કરી હતી કે તેમની પુત્રીની તસવીર ખેંચવામાં આવે નહીં. તે ઈચ્છે છે કે જ્યાં સુધી વામિકા મોટી ન થાય અને તે આ વસ્તુને સમજે નહીં થાય ત્યાં સુધી તેનાથી બચવા માગીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news