Boxing Day test: ભારતને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થતા Umesh Yadav મેદાનથી બહાર
મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS Boxing Day Test) વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ સોમવારના ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમમાં આક્રમક બોલિંગ કરનાર ઉમેશ યાદવ (Umesh Yadav) ઈજાગ્રસ્ત થયો છે
Trending Photos
મેલબોર્ન: મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS Boxing Day Test) વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ સોમવારના ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમમાં આક્રમક બોલિંગ કરનાર ઉમેશ યાદવ (Umesh Yadav) ઈજાગ્રસ્ત થયો છે. તે લંગડાતો મેદાનથી બહાર થયો છે. તેણે દિવસના બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન જો બર્ન્સને આઉટ કર્યો અને ત્યાબાદ ઇજાગ્રસ્ત થયો. તેની ચોથી ઓવરના ત્રીજો બોલ ફેંક્યા બાદ ઉમેશના પગમાં તકલીફ થઈ.
BCCIએ આપ્યું નિવેદન
ઉમેશ યાદવ (Umesh Yadav)ની ઈજા અંગે બીસીસીઆઈ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, 'ઉમેશને પગમાં દુખાવો છે અને હવે તેનું સ્કેન કરવામાં આવશે. બીસીસીઆઈએ કહ્યું, "ઉમેશે તેની ચોથી ઓવર ફેંકતી વખતે પગમાં દુ:ખની ફરિયાદ કરી. તબીબી ટીમે તેની તપાસ કરી. હવે તેનું સ્કેન કરવામાં આવશે."
જો ઉમેશ મેદાન પર નહીં આવે તો ભારત માટે તે મોટો ઝટકો હશે કારણ કે મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા પહેલાથી જ ઈજાગ્રસ્ત છે. ઇશાંત ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા આવ્યો ન હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં શમીને ઈજા થઈ હતી જેના કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયાને લાગી શકે છે મોટો ઝટકો, ત્રીજી ટેસ્ટમાં પણ બહાર રહી શકે છે આ દિગ્ગજ ખેલાડી
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 326 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સોમવારે તે તેની પ્રથમ ઇનિંગ્સમાં 326 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 195 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ભારતને 131 રનની લીડ છે. ભારતે દિવસની શરૂઆત બીજા દિવસે પાંચ વિકેટના નુકસાન પર 277 રન સાથે કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 112 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ તેની અડધી સદી પૂરી કરી. મિશેલ સ્ટાર્કે 57 રનના વ્યક્તિગત સ્કોર પર તેની વિકેટ ઝડપી હતી. રહાણે અને જાડેજાએ 121 રનની ભાગીદારી નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે