T20 ક્રિકેટ- એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી મળવી જોઈએઃ ગાવસ્કર

મહાન ટેસ્ટ બેટ્સમેન અને ક્રિકેટ એક્સપર્ટ સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપવી જોઈએ. 

T20 ક્રિકેટ- એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી મળવી જોઈએઃ ગાવસ્કર

નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)નું માનવુ છે કે ટી20 ક્રિકેટ (T20 Cricket) સારી સ્થિતિમાં છે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. પરંતુ એક ઓવરમાં બે બાઉન્સરની મંજૂરી આપી શકાય છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો છે અને સપાટ પિચો પર બોલરો પાસે કરવા માટે વધુ કંઈ હોતુ નથી. 

તે પૂછવા પર કે શું બોલરો પરથી દબાવ ઓછો કરવા માટે નિયમોમાં ફેરફાર વ્યાજબી છે. ગાવસ્કરે યૂએઈ સેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ- ટી20 ક્રિકેટ ખુબ સારી સ્થિતિમાં છે અને ફેરફારની જરૂર નથી. તેમણે કહ્યું- 'આ બેટ્સમેનોને અનુરૂપ છે જેથી ફાસ્ટ બોલરોને દરેક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપી શકાય છે અને બાઉન્ડ્રી થોડી મોટી હોવી જોઈએ.'

'બાબા કા ઢાબા', દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને કહ્યું, 'દિલ્હીવાસીઓનું હૃદય વિશાળ છે'

તેમણે કહ્યું, પ્રથમ ત્રણ ઓવરમાં વિકેટ લેનાર બોલરને વધારાની એક ઓવર આપી શકાય પરંતુ આ ફોર્મેટમાં કોઈ ફેરફારની જરૂર મને લાગતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news