ટોક્યો ઓલિમ્પિક રહ્યો સૌથી વધુ ખર્ચાળ, ખર્ચ જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

જાપાનના ટોકિયોમાં ટોકિયો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાંથી આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે જુદા જુદા રમતવીરો આવ્યાં હતાં. જેમાં ત્યાંની સરકારે આ આયોજન પાછળ અધધ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ટોક્યો ઓલિમ્પિક રહ્યો સૌથી વધુ ખર્ચાળ, ખર્ચ જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

નવી દિલ્લીઃ ટોકિ્યો ઓલિમ્પિકએ દુનિયાનો મોટો ખેલ મહાકુંભ હતો. જેમાં ભારત સહિત વિવિધ રમતોમાં દુનિયાભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જોકે, જાપાને જે રીતે તેની યજમાની કરી દે કાબિલે દાદ છે. પરંતુ તેની પાછળ એ જ પ્રમાણે પાણીની માફક રૂપિયા પણ ખર્ચ કરવામાં આવ્યાં હતાં. ખર્ચની રકમ સાંભળીને તમને પણ ચક્કર આવી જશે. દુનિયાભરના દેશોમાંથી આ ખેલ મહાકુંભ માટે રમતવીરો અને તેમની સાથે તેમનો સપોર્ટ સ્ટાફ અને સ્પોટ્સ ઓથોરિટીની ટીમ આવી હતી. આ તમામના રહેવા ખાવા પીવાની તમામની વ્યવસ્થા ટોકિયોમાં કરવામાં આવી હતી.

સૌથી ખર્ચાળ ઓલિમ્પિક:
ઓલિમ્પિક સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. પરંત ટોક્યોમાં યોજાયેલ ઓલિમ્પિકનો ખર્ચ અધિકારીઓ જાહેર કર્યો છે. જેને જોઈને દરેક વ્યક્તિઓની આંખો પહોળી થઈ જશે. કેમ અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક સૌથી વધુ ખર્ચાળ રહી છે.

ઓલિમ્પિકમાં એક વર્ષનો થયો વિલંબ:
કોરોના મહામારીના લીધે ઓલિમ્પિકની રમત એક વર્ષ મોડી યોજાઈ હતી. ત્યારે કોરોના વચ્ચે ટોક્યોમાં યોજાયેલ ઓલિમ્પિક સૌથી વધુ ખર્ચાળ રહી છે. પહેલા ઓલિમ્પિકનું વર્ષ 2020માં આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના લીધે તે વર્ષ 2021માં યોજવામાં આવ્યું. જેમાં વર્ષ 2013માં ટોક્યો ઓલિમ્પિક માટે લગાવેલ ખર્ચના અંદાજ કરવા બમણો ખર્ચ થયો. મહત્વનું છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું.

ઓલિમ્પિકમાં થયો ખરબો રૂપિયાનો ખર્ચ:
ટોક્યો ઓલિમ્પિકમાં આયોજન મટે લગભગ 1.42 ટ્રિલિય યેન એટલે કે લગભગ 8.19 ખરબ રૂપિયાનો ખર્ચ થયો હતો. ટોક્યો ઓલિમ્પિકની બેઠકમાં અધિકારીઓએ આ ખર્ચનો અહેવાલ રજૂ કર્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ માનવામાં આવે છે.

ઓલિમ્પિક માટે કેટલા ખર્ચનો હતો અંદાજ?
ડોલર અને જાપાનની કરન્સી યેનના મુલ્યના દરમાં સતત થતા ઉતાર ચડાવના લીધે ખર્ચનો અંદાજ કરવો મુશ્કેલ હતો. પરંતુ ગત વર્ષે રમતનું આયોજન શરૂ થયું હતું ત્યારે એક ડોલર લગભગ 110 યેન બરાબર હતો. પરંતુ રિપોર્ટ રજૂ થયો ત્યારે એક ડોલર 135 યેન બરાબર થઈ ગયો હતો. આ યેનની સરખામમીએ ડોલર લગભગ 25 વર્ષની ટોચની સપાટીએ પહોંચ્યો હતો. 

ખરેખર કેટલો ખર્ચ લાગ્યો?
ટોક્યો ઓલિમ્પિકના સમાપન વખતે આયોજકોએ તેમા 15.4 બિલિય ડોલર એટલે કે લગભગ 12 ખરબ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવ્યો  હતો. જેના ચાર મહિના બાદ રજૂ કરેલા રિપોર્ટમાં આયોજકોએ કહ્યું કે ઓલિમ્પિકમાં વાસ્તવમાં 13.6 બિલિયન ડોલર એટલે કે 10.61 ખરબ રૂપિયાનો ખર્ચ થયો છે.

ભારત માટે રહ્યું શ્રેષ્ઠ ઓલિમ્પિક:
સામાન્ય રીતે ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન નબળું જોવા મળે છે. પરંતુ હવે તે ભૂતકાળ બની ચૂક્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે લગભગ 7 જેટલા મેડલ જીત્યા હતા. જેમાં ગોલ્ડન બોય નીરજ ચોપડાને કોણ ભૂલી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news