Tokyo Olympics: PV Sindhu ની શાનદાર શરૂઆત, ફ્ક્ત 28 મિનિટમાં જીત્યો મુકાબલો

ભારતની મેડલની આશા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ (PV Sindhu) એ ટોક્યો ઓલમ્પિક બેટમિન્ટન (Badminton) મહિલા સિંગ્લસમાં સરળતાથી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી.

Tokyo Olympics: PV Sindhu ની શાનદાર શરૂઆત, ફ્ક્ત 28 મિનિટમાં જીત્યો મુકાબલો

ટોક્યો: ભારતની મેડલની આશા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ (PV Sindhu) એ ટોક્યો ઓલમ્પિક બેટમિન્ટન (Badminton) મહિલા સિંગ્લસમાં સરળતાથી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. તેમણે ઓપનિંગ મેચમાં ઇઝરાઇલ (Israel) ની સેનિયા પોલિકારપોવા (Ksenia Polikarpova) પર સીધી ગેમમાં હરાવી. 

28 મિનિટમાં સિંધુની જીત
રિયો ઓલમ્પિકની સિલ્વર મેડલ વિજેતા છઠ્ઠા રેન્કની પીવી સિંધૂએ 58મા રેન્કીંગવાળી ઇઝરાઇલી ખેલાડી સેનિયા પોલિકારપોવાના વિરૂદ્ધ 21-7, 21-10 વડે 28 મિનિટમાં આ મુકાબલો જીત્યો. દુનિયાની 7મા નંબરની ખેલાડી સિંધૂનો સામનો હવે હોંગકોંગની ચિયુંગ એંગાન યિ સાથે થશે જે વર્લ્ડ રેકિંગમાં 34મ્મા સ્થાન પર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news