Olympics: સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, હોકી ટીમ સેમીફાઇનલમાં; ભારતે આ રીતે કર્યો બેવડો ધડાકો
ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો અને ભારતીય પુરુષ હોકી ટીમે 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવીને કમાલ કરી બતાવ્યો છે
Trending Photos
ટોકિયો: ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો અને ભારતીય પુરુષ હોકી ટીમે 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવીને કમાલ કરી બતાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં રવિવાર ભારત માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે.
સિંધુએ જીત્યો બીજો ઓલિમ્પિક મેડલ
2016 રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ રવિવારે ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ચીનની બિંગ જિયાઓને 21-13, 21-15 થી ગેમમાં હરાવી ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.
સિંધુ બાદ ભારતીય હોકી ટીમે કરી કમાલ
સિંધુ બાદ હોકીમાં ભારતે દમ દેખાડ્યો અને 49 વર્ષ બાદ પુરૂષ હોકી ટીમે સેમિફાઇનલમાં પહોંચી છે. હોકીમાં ભારતીય ટીમે ચાર દાયદા બાદ ઇતિહાસ પુનરાવર્તન કર્યો છે. સેમિફાઇનલમાં ભારતની મેચ 3 ઓગસ્ટના બેલ્જિયમ સાથે યોજાશે. બેલ્જિયમે ત્રીજા ક્વોર્ટર ફાઇનલ મેચમાં સ્પેનને 3-1 થી હરાવ્યું હતું.
ભારતે 1980 મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ભારત 49 વર્ષ બાદ ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ મોન્ટ્રીયલ ઓલિમ્પિક્સ (1972) માં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. જોકે ભારતીય ટીમે 1980 મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે દરમિયાન ભારતે છ ટીમોના પૂલમાં બીજા સ્થાને રહીને અંતિમ ટિકિટ મેળવી હતી.
ભારતીય ટીમ પાસે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તક
ઓલિમ્પિકમાં ભારતનો છેલ્લો મેડલ 1980 માં મોસ્કોમાં હતો, જ્યારે ટીમે વાસુદેવન ભાસ્કરણની કેપ્ટનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે અને 1984 ની લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ વધુ સારું કરી શક્યું નથી. પરંતુ હવે 41 વર્ષ બાદ ભારતીય ટીમ પાસે મેડલ જીતવાની મોટી તક છે.
આ પણ વાંચો:- પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલની સંખ્યા
પીવી સિંધુના બ્રોન્ઝ મેડલથી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા બે થઈ ગઈ છે. અગાઉ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત હાલમાં મેડલ ટેલીમાં સંયુક્ત 59 મા સ્થાને છે.
સિંધુએ રચ્યો ઈતિહાસ
પુરુષોમાં કુસ્તીબાજ સુશીલ કુમારે (બ્રોન્ઝ - બેઇજિંગ 2008, સિલ્વર - લંડન 2012) આ પરાક્રમ કર્યું હતું. કુસ્તીબાજ સુશીલ કુમાર બાદ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુ બીજી ભારતીય અને પ્રથમ ભારતીય મહિલા છે. સુશીલે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો:- Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં નોવાક જોકોવિચને હરાવનાર એલેક્ઝેન્ડર ઝ્વેરેવે જીત્યો ગોલ્ડ મેડલ
બેડમિન્ટનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર શટલર
સાઇના નેહવાલ- બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
પીવી સિંધુ- સિલ્વર મેડલ: રિયો ઓલિમ્પિક (2016)
પીવી સિંધુ- બ્રોન્ઝ મેડલ: ટોક્યો ઓલિમ્પિક (2020)
બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સિંધુની પ્રતિક્રિયા
બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સિંધુએ કહ્યું, 'હું ખૂબ ખુશ છું કારણ કે મેં આટલા વર્ષો સુધી સખત મહેનત કરી છે. મારી અંદર લાગણીઓ વધી રહી હતી. મને ખુશ થવું જોઈએ કે મેં બ્રોન્ઝ મેડલ જીત્યો અથવા દુ:ખી થવું જોઈએ કે મેં ફાઇનલમાં રમવાની તક ગુમાવી. હું સાતમા આસમાન પર છું. હું આ ક્ષણનો ભરપૂર આનંદ માણીશ. મારા પરિવારે મારા માટે સખત મહેનત કરી છે અને ઘણા પ્રયત્નો કર્યા છે જેના માટે હું તેમની આભારી છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે