TNPL ફિક્સિંગ પ્રકરણઃ તપાસ હેઠળ આવી શકે છે ક્રિકેટર અને કોચ

તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)એ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે,  કારણ કે કેટલાક પ્રથમ શ્રેણી ક્રિકેટર અને બે કોચ સંદિગ્ધ મેચ ફિક્સિંગ માટે બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમની તપાસ હેઠળ આવી શકે છે. 
 

TNPL ફિક્સિંગ પ્રકરણઃ તપાસ હેઠળ આવી શકે છે ક્રિકેટર અને કોચ

નવી દિલ્હીઃ તમિલનાડુ પ્રીમિયર લીગે (TNPL) મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કેટલાક પ્રથમ શ્રેણી ક્રિકેટર અને બે કોચ સંદિગ્ધ મેચ ફિક્સિંગ માટે બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમની તપાસ હેઠળ આવી શકે છે. બીસીસીઆઈની એસીયૂના પ્રમુખ અજીત સિંહે પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી શંકાસ્પદ હોવાની સંભાવનાને નકારી છે. તમિલનાડુ ક્રિકેટ સંઘે 2016મા ટીએનપીએલની શરૂઆત કરી હતી અને તેમાં આઠ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લે છે. 

એસીયૂ પ્રમુખે કહ્યું, 'કેટલાક ખેલાડીઓએ જણાવ્યું હતું કે તેને અજાણ્યા લોકોના વોટ્સએપથી મેસેજ આપી રહ્યાં છે. અમે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે આ લોકો કોણ છે. અમે ખેલાડીઓના નિવેદન નોંધ્યા છે અને અમે આ સંદેશો મોકલવારની શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.'

તેમણે કહ્યું, 'તેમાં કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી નથી.. કોઈપણ ખેલાડીને સંદેશ મળ્યો છે તો તેણે અમને તેની જાણકારી આપવી પડશે, આ તેની જવાબદારી છે.' અત્યાર સુધી કોઈના નામનો ખુલાસો થયો નથી, પરંતુ મેચ ફિક્સિંગના આરોપોને ટીએનપીએલની એક ફ્રેન્ચાઇઝી સાથે જોડીને જોઈ શકાય છે જેના વિશે ઘણા લોકોનું માનવુ છે કે છેલ્લા કેટલાક વર્ષઓમાં આ ટીમ બદનામ થઈ છે. 

બીસીસીઆઈના સૂત્રએ નામ જાહેર ન કરવાની શરત પર પીટીઆઈને જણાવ્યું, 'આ ફ્રેન્ચાઇઝી આઠ ટીમોની ટીએનપીએલ ટેબલમાં નિચલી ત્રણ ટીમોમાં સામેલ હતી. તેની માલિકી શંકાસ્પદ છે. તેણે જે ખેલાડીઓ અને કોચોને પસંદ કર્યાં છે તે ઉચ્ચ સ્તરના નથી.'

બીસીસીઆઈના સૂત્રએ કહ્યું, કોઈ વસ્તુથી ઇનકાર ન કરી શકાય. એક કોચનો કલંકિત આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સંબંધ હતો. બાદમાં તેણે રણજી ટીમને કોચિંગ આપી અને એક સત્ર માટે ટીએનપીએલ ફ્રેન્ચાઇઝી સથે જોડાયો હતો, જે તપાસ હેઠળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news