આજનો દિવસ- ન્યૂઝીલેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત જીત્યો હતો વિશ્વકપ

ઓસ્ટ્રેલિયાએ આજના દિવસે પાંચમી વાર વિશ્વકપ ટાઇટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. કીવી ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. 

આજનો દિવસ- ન્યૂઝીલેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત જીત્યો હતો વિશ્વકપ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ટૂર્નામેન્ટની જ્યારે વાત આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો કોઈ મુકાબલો નથી. આવી ટૂર્નામેન્ટમાં ટીમનું સ્તર અલગ હોય છે. તે બીજી ટીમને પોતાની સામે ટકવા દેતી નથી. 

29 માર્ચ 2015. ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, 93000 દર્શકોથી ખચાખચ ભરેલું મેદાન. વધુ એક વખત ચારવારની વિજેતા ઓસ્ટ્રેલિયા. તો બીજીતરફ પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીડેન્ડની ટીમ. ન્યૂઝીલેન્ડની ટીમ છ વાર સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેણે ક્યારેય ફાઇનલ મેચ રમી નહતી. 

લૉકડાઉનમાં ફરજ નિભાવી રહ્યો છે વર્લ્ડ ચેમ્પિયન બોલર,  ICCએ કરી સલામ

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત ટીમો હતો. ન્યૂજીલેન્ડે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી અને વિપક્ષી ટીમોને હરાવી હતી. પરંતુ ફાઇનલ મુકાબલામાં તે જુસ્સો જોવા ન મળ્યો. પ્રથમ ઓવરમાં મિશેલ સ્ટાર્કે ખતરનાક બ્રેન્ડમ મેક્કુલમને આઉટ કરી દીધો હતો. 

— ICC (@ICC) March 29, 2020

ન્યૂઝીલેન્ડને ગ્રાન્ટ એલિયટનો થોડો સાથ મળ્યો, જેણે 83 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટર મિશેલ જોનસન અને મિશેલ સ્ટાર્કે બે-બે વિકેટ ઝડપી હતી. 183 રનનો લક્ષ્ય ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી હાંસિલ કરી લીધો હતો. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને માઇકલ ક્લાર્કે ઉપયોગી ઈનિંગ રમી હતી. આ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ ક્લાર્કના કરિયરની અંતિમ મેચ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news