IPL 2021 માટે નહીં યોજાય ક્રિકેટરોની મેગા હરાજી, BCCIની સામે છે આ પડકાર

આઈપીએલની 13મી સીઝન 10 નવેમ્બરે પૂરી થશે. ત્યારબાદ આગામી આઈપીએલ માટે બોર્ડની પાસે માત્ર ચાર મહિનાનો સમય રહેશે. સમયના અભાવે આગામી વર્ષે આઈપીએલની મેગા હરાજી યોજાશે નહીં. 
 

IPL 2021 માટે નહીં યોજાય ક્રિકેટરોની મેગા હરાજી,  BCCIની સામે છે આ પડકાર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માટે યોજાનારા મેગા ઓક્શનને આયોજીત ન કરાવવાનો નિર્ણય લીધો છે. આ મોટા ઓક્શનમાં બધી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમને શરૂથી તૈયાર કરે છે. બોર્ડે કોવિડ-19ને કારણે હાલમાં આ ઓક્શનને અનિશ્ચિત સમય સુધી ટાળી દીધું છે. 

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે તે વાતની સંભાવના છે કે બોર્ડ આ વખતે હરાજી કરાવશે નહીં. આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીએ તે ખેલાડીઓ સાથે આગામી સીઝન રમવી પડશે. હા, ઈજા થવા કે કોઈ અન્ય કારણથી ખેલાડી ઉપલબ્ધ ન રહે તો રિપ્લેસમેન્ટ મળી શકે છે. 

આઈપીએલની 13મી સીઝન 10 નવેમ્બરે પૂરી થશે. ત્યારબાદ આગામી આઈપીએલ માટે બોર્ડની પાસે માત્ર ચાર મહિનાનો સમય રહેશે. બોર્ડનો પ્રયત્ન હશે કે 50થી વધુ દિવસ સુધી લીગને ચલાવવામાં આવે અને તેમાં 60ની નજીક મેચ હોય જેથી હિતધારકોને આ વર્ષે જે નુકસાન થયું છે તેની ભરપાઇ કરી શકાય. 

Patanjali બની શકે છે આઈપીએલનું ટાઇટલ સ્પોન્સરઃ રિપોર્ટસ  

ફ્રેન્ચાઇઝી પણ બોર્ડના વિચાર સાથે સહમત નજર આવી રહી છે. તે પણ માને છે કે નવેસરથી ટીમ બનાવવા પૂરતો સમય નથી. આ સિવાય અન્ય કારણો પણ હશે જેમ કે-

1. આઈપીએલનું પર્સ બીજીવાર નક્કી કરવું. જે હાલ 85 કરોડ રૂપિયા છે. 

2. ભારતીય અને વિદેશી ખેલાડીઓની સાથે વાતચીત કરીને સારૂ ઓક્શન લિસ્ટ તૈયાર કરવું- તેમાં ઘણો સમય લાગી શકે છે. 

3. ફ્રેન્ચાઇઝીને બિડિંગ માટે તૈયાર થવાનો સમય આપવો- ટીમોને સામાન્ય રીતે હરાજી માટે તૈયાર થવામાં ચારથી છ મહિનાનો સમય લાગે છે. 

4. નવા ખેલાડીઓને સાથે જોડ્યા બાદ બ્રાન્ડ એક્ટિવિટી પણ ખુબ સમય માગે છે. 

એક સૂત્રએ કહ્યું, 'એક મેગા ઓક્શન કરવાનું હાલ શું કારણ છે જ્યારે તેને યોગ્ય રીતે કરવાનો પ્લાન બનાવવાનો અમારી પાસે સમય ન હોય? આઈપીએલ યોજાઇ શકે છે અને અમે પછી 2021ની એડિશન બાદ આ વસ્તુને જોઈ શકીએ છીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news