થાઈલેન્ડ ઓપનઃ સાઇના અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં, સૌરભ બહાર

લંડન ઓલિમ્પિક મેડાલિસ્ટ સાઇના ઈજાને કારણે ઈન્ડોનેશિયા અને પાછલા સપ્તાહે જાપાન ઓપનમાંથી બહાર રહ્યો હતો. હવે સાતમી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી સયાકા તાકાહાશી સામે ટકરાશે. 
 

થાઈલેન્ડ ઓપનઃ સાઇના અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં, સૌરભ બહાર

બેંગકોંકઃ સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે બુધવારે અહીં થાઈલેન્ડ ઓપનના મહિલા સિંગલ વર્ગમાં સ્થાનિક દાવેદાર ફિટાયાપોર્ન ચાઇવાન પર સીધા સેટમાં જીત મેળવીને શાનદાર રીતે કોર્ટ પર વાપસી કરી છે. આશરે બે મહિના બાદ કોર્ટ પર વાપરી કરી રહેલા સાઇનાએ બીજા રાઉન્ડમાં ચાઇવાનને 21-17, 21-19થી પરાજય આપ્યો હતો. સાઇના ઈજાને કારણે ઈન્ડોનેશિયા ઓપન અને જાપાન ઓપનમાંથી બહાર રહી હતી. 

સાતમી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી હવે જાપાનની સયાકા તાકાહાશી સામે ટકરાશે. પુરૂષ સિંગલમાં પણ ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર છે કે જેમાં કિદાંબી શ્રીકાંત, એચ એસ પ્રણોય, પારૂપલ્લી કશ્યમ અને શુભંકર ડેએ પોતાના વિરોધીઓને પરાજય આપીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 

શ્રીકાંતે ચીનના ક્વોલિફાયર રેન પેંગ બોને હરાવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ભારતીયે એક કલાક સાત મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પેંગ બોને 21-13, 17-21, 21-19છથી પરાજય આપ્યો હતો. શ્રીકાંતનો સામનો હવે બીજા રાઉન્ડમાં થાઈલેન્ડના ખોસિત ફેતપ્રદાબ સામે થશે. પ્રણોયે હોંગકોંગના વોંગ વિંગ કિ વિન્સેન્ટને 21-16, 22-20થી જ્યારે કશ્યપે ઇસ્ત્રાઇલ મિશા જિલ્બરમૈનને  18-21, 21-8, 21-14થી પરાજય આપ્યો હતો. 

આગામી રાઉન્ડમાં પ્રણોય જાપાનના કેંતા નિશિમોતો અને કશ્યપ તાઇપેના ત્રીજા વરીય ચોઉ ટિએન ચેન સામે હશે. શુભંકર ડે ભાગ્યશાળી રહ્યો, તેને શરૂઆતી રાઉન્ડના મુકાબલામાં ટોપ વરીય અને વિશ્વના નંબર એક ખેલાડી જાપાનના કેંતો મોમોતા સામે વોકઓવર મળ્યું. પરંતુ સૌરભ વર્માની સફર પ્રથમ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. તેણે સાતમી વરીય જાપાનના કાંટા સુનેયામા વિરુદ્ધ 64 મિનિટ સુધી મુકાબલો કર્યો પરંતુ 21-23, 21-19, 5-21થી હારી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news