ટેનિસઃ એટીપી ફાઇનલ્સમાં 100માં ટાઇટલ માટે ઉતરશે ફેડરર
સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરની નજર 100માં ટાઇટલ પર રહેશે. તે આ વર્ષે ચાર ટાઇટલ જીતી ચુક્યો છે.
Trending Photos
લંડનઃ રોજર ફેડરર રવિવારથી શરૂ થઈ રહેલા એટીપી ફાઇનલ્સમાં ટાઇટલની સદી પૂરી કરવાના ઈરાદા સાથે ઉતરશે. તેને દુનિયાના નંબર એક ખેલાડી નોવાક જોકોવિચ પાસેથી ટક્કર મળવાની આશા છે. આ બંન્ને ખેલાડીઓએ મળીને 34 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે અને લંડનના ઓ2માં રમાનારી આ ટૂર્નમેન્ટના પૂર્વ ચેમ્પિયન છે.
સ્પેનના રાફેલ નડાલ અને આર્જેન્ટીનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોની ઈજાને કારણે હટવાથી ટૂર્નામેન્ટની ચમક ફીકી થઈ ગઈ છે. ઈજા બાદ વાપસીના પ્રયત્નો કરી રહેલા પૂર્વ ચેમ્પિયન એન્ડી મરે અને ગત ચેમ્પિયન ગ્રિગોર દિમિત્રોવ પણ ટૂર્નામેન્ટમાં રમશે નહીં.
પેરિસ માસ્ટર્સમાં 100માં ટાઇટલથી ચુક્યો હતો ફેડરર
સ્વિસ કિંગ રોજર ફેડરર પેરિસ માસ્ટર્સના સેમીફાઇનલમાં હારી ગયો હતો. આ સાથે તેનું 100મું ટાઇટલ જીતવાનું સપનું અધુરૂ રહ્યું હતું. હવે તેણે આ માઇલસ્ટોન સુધી પહોંચવા માટે ઓછામાં ઓછા એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટ સુધી રાહ જોવી પડશે. આ ટૂર્નામેન્ટ લંડનમાં 11 નવેમ્બરથી રમાશે.
99 એટીપી સિંગલ્સ ટાઇટલ જીતી ચુકેલા રોજર ફેડરરનો પેરિસ માસ્ટર્સના સેમીફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચ સાથે મુકાબલો થયો. આશા છે કે આ મુકાબલામાં કાંટાની ટક્કર થઈ અને બંન્ને ખેલાડીઓએ એકબીજાને એક-એક પોઈન્ટ માટે સંઘર્ષ કરાવ્યો હતો. આશરે ત્રણ કલાક સુધી ચાલેલી આ મેચ અંતે 7-6 (8/6), 5-7, 7-6 (7/3)થી જોકોવિચના નામે રહી હતી.
સત્રમાં સર્વાધિક પોઈન્ટ મેળવનાર આઠ ખેલાડી આ ટૂર્નામેન્માં ભાગ લે છે. ખેલાડીઓને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે અને રાઉન્ડ રોબિન બાદ પ્રત્યેક ગ્રુપમાંથી ટોપ પર રહેનારા બે ખેલાડીઓને સેમીફાઇનલમાં સ્થાન મળશે. ફેડરરને ગ્રુપ લેટન હેવિટમાં કેવિન એન્ડરસન, ડોમિનિક થિએમ અને કેઈ નિશિકોરીની સાથે રાખવામાં આવ્યો છે. જ્યારે જોકોવિચને ગ્રુપ ગુગા કુએર્ટનમાં એલેક્જેન્ડર જ્વેરેવ, મારિન સિલિચ અને જાન ઇસ્રરની સાથે સ્થાન મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે