2011 બાદ ભારત માટે 2027નો વર્લ્ડકપ પણ રમશે આ સ્ટાર ખેલાડી! વિસ્ફોટક બેટિંગમાં છે માહિર

વિરાટ કોહલીએ વર્ષ 2008માં પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી ભારત માટે અત્યાર સુધીમાં વર્ષ 2011, 2015 અને 2019નો વનડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વિરાટ કોહલીનું ફોર્મ અને ફિટનેસ એવી છે કે તે 2023નો જ નહીં, પરંતુ 2027નો વનડે વર્લ્ડ કપ પણ રમી શકે છે.

2011 બાદ ભારત માટે 2027નો વર્લ્ડકપ પણ રમશે આ સ્ટાર ખેલાડી! વિસ્ફોટક બેટિંગમાં છે માહિર

નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયા એ વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમનાર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનેલા 11માંથી 10 ખેલાડી હવે સંન્યાસ લઈ ચૂક્યા છે, પરંતુ એક ખેલાડી એવો પણ છે, જે ટીમ ઈન્ડિયા માટે હજુ પણ ક્રિકેટ રમી રહ્યો છે અને આ ખેલાડી ભારત માટે 2023નો વર્લ્ડ કપ પણ રમશે. તમને જણાવી દઈએ કે ભારતને વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીઓમાં એકથી એક ચઢીયાતા મેચ વિનર ખેલાડી સામેલ હતા.

2011 બાદ ભારત માટે 2027 વર્લ્ડ કપ પણ રમશે આ સ્ટાર ખેલાડી
ટીમ ઈન્ડિયા માટે 2011 ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમનાર આ ખેલાડી 2023નો જ નહીં, પરંતુ 2027નો વનડે વર્લ્ડ કપ પણ રમી શકે છે. જો વર્લ્ડ કપ 2011ની ફાઈનલ રમનાર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, એમએસ ધોની, યુવરાજ સિંહ, સુરેશન રૈના, હરભજન સિંહ, ઝાહિર ખાન, મુનાફ પટેલ અને એસ શ્રીસંતનો સમાવેશ થતો હતો. તેમાંથી 10 ખેલાડીઓએ સંન્યાસ લઈ લીધો છે, માત્ર વિરાટ કોહલી જ એકમાત્ર ખેલાડી છે, જે અત્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે.

હવે માત્ર બચ્યો છે આ એક ખેલાડી
વિરાટ કોહલીએ વર્ષ 2008માં પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી ભારત માટે અત્યાર સુધીમાં વર્ષ 2011, 2015 અને 2019નો વનડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વિરાટ કોહલીનું ફોર્મ અને ફિટનેસ એવી છે કે તે 2023નો જ નહીં, પરંતુ 2027નો વનડે વર્લ્ડ કપ પણ રમી શકે છે.

રમી શકે છે 2027નો વર્લ્ડ કપ
વિરાટ કોહલી તાજેતરમાં 33 વર્ષના છે અને 2027ના વર્લ્ડ કપ દરમિયાન તેઓ 38 વર્ષના થશે. હાલની ફિટનેસને જોતા વિરાટ કોહલી આરામથી 2027ના વર્લ્ડકપનો ભાગ હોઈ શકે છે અને ભારત માટે પાંચ વર્લ્ડ કપ રમી શકે છે. વિરાટે અત્યાર સુધીમાં 2011, 2015 અને 2019નો વનડે વર્લ્ડ કપમાં રમ્યા છે અને તેઓ ભારતની હાલની ટીમમાં એકમાત્ર ખેલાડી છે, જેમણે છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપ રમ્યા છે અને 2023માં રમાનાર ચોથા વર્લ્ડકપમાં રમવાના છે.

2011નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત મેજબાની હેઠળ રમવામાં આવ્યો હતો. 1983માં ભારતે પહેલીવાર ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસિલ કર્યું હતું. તેના 28 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ એકવાર ફરીથી ઈતિહાસ રચ્યો છે. તેની સાથે જ ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા બાદ ત્રીજી એવી ટીમ બની, જે બેથી વધુ વખત વર્લ્ડ કપ મેળવવામાં સફળતા મેળવી છે.

ભારતે શ્રીલંકાને હરાવીને ઘણા રેકોર્ડ તોડ્યા
2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ભારતે શ્રીલંકાને હરાવીને ઘણા રેકોર્ડ તોડ્યા. તે પહેલી એવી મેજબાન ટીમ બની, જેણે વર્લ્ડ કપ જીત્યો હોય. અગાઉ કોઈ ટીમે પોતાની ધરતી પર વર્લ્ડ કપ જીત્યો નહોતો. ટીમ ઈન્ડિયા લક્ષ્યાંકનો પીછો કરતા ચેમ્પિયન બનનાર ત્રીજી ટીમ બની. અગાઉ વર્લ્ડ કપના ઈતિહાસમાં બે વાર જ આવો સંજોગ બની ચૂક્યો હતો. પરંતુ સળંગ બીજી વખત ફાઈનલ મેચ રમી રહેલી શ્રીલંકાની ટીમને ભારતે 10 બોલ બાકી રાખીને 6 વિકેટથી ફાઈનલ મેચ જીતી લીધી હતી.

ધોની યુવરાજ પહેલા ક્રીઝ પર આવ્યા
અત્યાર સુધી ફાઈનલમાં સદી ફટકારનાર ટીમ જીતતી આવતી રહી છે. પરંત એવું પહેલી વખત જોવા મળ્યું કે, જ્યાં સદી કામ લાગી નહોતી. મહિલા જયવર્ધને અણનમ 103 રન બનાવ્યા હોવા છતાં શ્રીલંકાના નસીબમાં જીત આવી નહોતી. 275 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં ઝટકા લાગ્યા. 2 વિકેટ માત્ર 31 રન પર પડી હતી. એક સમયે ઈન્ડિયા 114 રન પર 3 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ઓપનર ગૌતમ ગંભીર ક્રીઝ પર એક છેડો સંભાળીને રમતો હતો અને તેનો સાથ આપવા માટે યુવરાજ સિંહને આવવાનું હતું, પરંતુ તમામ લોકોને આશ્ચર્યમાં મૂકીને કેપ્ટન ધોની યુવરાજ પહેલા ક્રીઝ પર ઉતર્યા હતા. તેમણે વિસ્ફોટક ઈનિંગ રમીને ભારતને જીત અપાવી. તેઓ મેન ઓફ ધ મેચ બન્યા હતા. ધોની એ ગંભીરની સાથે 109 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. ગૌતમ ગંભીરે 87 રનની ઈનિંગ રમી. ધોનીએ 79 બોલમાં 91 રન બનાવ્યા, સાથે બેસ્ટ ફિનિશર તરીકેનું બિરુદ્ધને સાર્થક કરતા વિજયી સિક્સર ફટકારીને ઈન્ડિયન પ્રશંસકોના જીતમાં સ્થાન મેળવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news