T20 World Cup: ટી20 વિશ્વકપનું કાઉનડાઉન, ગમે ત્યારે થઈ શકે છે ટીમની જાહેરાત, આ ખેલાડીઓની જગ્યા પાક્કી
T20 World Cup 2022: આ વર્ષે ઓક્ટોબરમાં ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે. ભારતીય ટીમ તેની તૈયારી કરી રહી છે. એશિયા કપ બાદ કે તેની આસપાસ ટીમની જાહેરાત થઈ શકે છે. દરેકના મનમાં એક સવાલ છે કે ભારતની ટીમમાં ક્યા ખેલાડીઓને તક મળશે. કેટલાક ખેલાડીઓની જગ્યા પાક્કી છે, તો ટીમમાં કોઈ સરપ્રાઇઝ પણ હોઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં એસિયા કપ રમી રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયાની નજર ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ પર છે. ટી20 વિશ્વકપ માટે ટીમ જાહેર કરવાની ડેડલાઇનમાં માત્ર 15 દિવસ બાકી છે. તેવામાં દરેકની નજર તે વાત પર છે કે ભારતીય ટીમમાં કોને જગ્યા મળે છે.
આઈસીસી પહેલા જાહેરાત કરી ચુક્યુ છે કે બધા ક્રિકેટ બોર્ડે 15 સપ્ટેમ્બર સુધી પોતાના સ્ક્વોડની જાણકારી આપવી પડશે, જે ટી20 વિશ્વકપમાં ભાગ લેશે. વિશ્વકપના યજમાન દેશ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વકપની તૈયારીઓ કરી રહી છે, તેવામાં જોવાનું રહેશે કે આખરે ક્યા ખેલાડીઓને વિશ્વકપની ટીમમાં સ્થાન મળે છે. જો ભારતીય ટીમને જોવામાં આવે તો મોટા ભાગના ખેલાડીઓની જગ્યા પાક્કી છે, માત્ર બે-ત્રણ સ્થાન માટે મંથન હોઈ શકે છે. તો ટીમમાં કોઈ ચોંકાવનારા ખેલાડીની એન્ટ્રી પણ થઈ શકે છે.
શું હશે ભારતની ટી20 વિશ્વકપની ટીમ?
1. રોહિત શર્મા (કેપ્ટન)
2. કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
3. વિરાટ કોહલી
4. સૂર્યકુમાર યાદવ
5. રિષભ પંત
6. દિનેશ કાર્તિક
7. રવીન્દ્ર જાડેજા
8. ભુવનેશ્વર કુમાર
9. હાર્દિક પંડ્યા
10. જસપ્રીત બુમરાહ (હાલ ઈજાગ્રસ્ત)
11. હર્ષલ પટેલ (હાલ ઈજાગ્રસ્ત)
12. યુઝવેન્દ્ર ચહલ
13. અર્શદીપ સિંહ
14. આર અશ્વિન
15. દીપક હુડ્ડા
શું આ ખેલાડીઓને મળશે તક?
એવું નથી કે આ 15 ખેલાડીઓનું સ્થાન પાક્કુ હશે, એવા ઘણા ખેલાડી છે જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે કે પછી ટીમ કોમ્બિનેશન પ્રમાણે ટીમમાંથી બહાર રહે. તેમાં શ્રેયસ અય્યર, આવેશ ખાન, ઉમરાન મલિક, દીપક ચાહર, રવિ બિશ્નોઈ, ઈશાન કિશન જેવા ખેલાડીઓના નામ સામેલ છે. પરંતુ ટી20 વિશ્વકપની ટીમમાં ક્યા ખેલાડીને જગ્યા મળે છે, તેના પર બધાની નજર રહેશે.
ક્યારે શરૂ થઈ રહ્યો છે ટી20 વિશ્વકપ?
આ વર્ષે ટી20 વિશ્વકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે, જે મેઇન ઇવેન્ટ હશે. જ્યારે 13 નવેમ્બરે ફાઇનલ રમાસે. ટી20 વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરમાં તેનું આયોજન થશે. ભારતને ગ્રુપ-2માં જગ્યા મળી છે, તેમાં આ સિવાય ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને સાઉથ આફ્રિકા છે.
ટી20 વિશ્વકપ 2022માં ભારતના મુકાબલા
- ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 23 ઓક્ટોબર (મેલબોર્ન)
- ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર-અપ, 27 ઓક્ટોબર (સિડની)
- ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 30 ઓક્ટોબર (પર્થ)
- ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 2 નવેમ્બર (એડિલેડ)
- ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર, 6 નવેમ્બર (મેલબોર્ન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે