ICC World Cup: ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2024માં રમશે 3 વિશ્વકપ, જાણો ક્યારે અને કયાં રમાશે
ભારતીય ટીમ ક્રિકેટ ટીમ વર્ષ 2024માં આઈસીસી વિશ્વકપ જીતવાનું સપનું પૂરુ કરી શકે છે. નવા વર્ષમાં એક નહીં ત્રણ-ત્રણ વિશ્વકપમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં સીનિયર, જૂનિયર અને મહિલા ટીમ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2023માં ભારતમાં રમાયેલા આઈસીસી વનડે વિશ્વકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હાર મળી અને વિશ્વકપ જીતવાનું સપનું તૂટી ગયું હતું. પોતાના ઘરમાં ભારત ટાઇટલ જીતવાનું સૌથી મોટું દાવેદાર હતું અને ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે હારની સાથે ભારતનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું અધુરૂ રહ્યું હતું. નવા વર્ષમાં ભારતીય ટીમ એક નહીં પરંતુ ત્રણ આઈસીસી ટ્રોફી જીતી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ICC ટ્રોફી જીતવાનો દુકાળ નવા વર્ષમાં સમાપ્ત થઈ શકે છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં મળેલી જીત એ કોઇપણ ICC ટ્રોફીની ફાઇનલમાં ભારતની છેલ્લી જીત બની હતી. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારથી સમગ્ર દેશ અને ભારતીય ટીમના ચાહકો સંપૂર્ણ રીતે વ્યથિત હતા. હવે તેઓ નવા વર્ષમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. જ્યાં ફરી એકવાર બધાની નજર ટ્રોફી પર રહેશે.
નવા વર્ષમાં ત્રણ વિશ્વકપ
વર્ષ 2024માં ભારતની પાસે ત્રણ વિશ્વકપ ટ્રોફી જીતવાની તક હશે. તે બધા ભારતની અલગ-અલગ ક્રિકેટ ટીમ માટે છે. સૌથી પહેલા આઈસીસી ટાઈટલ પર ભારતની જૂનિયર ટીમ એટલે કે અન્ડર 19 ટીમ ઉતરશે. 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2024 વચ્ચે અન્ડર-19 વિશ્વકપનું આયોજન સાઉથ આફ્રિકામાં થવાનું છે.
વર્ષના બીજા વિશ્વકપમાં ભારતની સીનિયર ટીમ ઉતરશે જે 4 જૂનથી 30 જૂન વચ્ચે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે. આ ટી20 વિશ્વકપમાં ભારતની ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ઉતરી શકે છે. વર્ષના અંતિમ વિશ્વકપની વાત કરીએ તો મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ટી20 ફોર્મેટમાં આઈસીસી ટ્રોફી જીતવાનો ઈરાદો લઈને ઉતરશે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે