India vs West Indies ODI: વે.ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા અનેક ખેલાડીને કોરોના, હવે આ ખતરનાક ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી

India vs West Indies ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઈ રહી છે. વનડે સિરીઝ બાદ 3 મેચોની ટી20 સિરીઝ પણ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી 3 વનડે મેચ 6, 9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના 4 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. 

India vs West Indies ODI: વે.ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા અનેક ખેલાડીને કોરોના, હવે આ ખતરનાક ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઈ રહી છે. વનડે સિરીઝ બાદ 3 મેચોની ટી20 સિરીઝ પણ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી 3 વનડે મેચ 6, 9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના 4 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. 

BCCI નો નવો પેંતરો
ઓપનિંગ બેટર શિખર ધવન, રિઝર્વ ઓપરનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐય્યર અને ફાસ્ટ બોલર નવદીપ સૈની કોરોના પોઝિટિવ થયા છે. ટીમ ઈન્ડિયાના બે ઓપનર્સ કોરોના પોઝિટિવ થયા બાદ એક અત્યંત જોખમી બેટરને અચાનક ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો છે. 

અચાનક ટીમ ઈન્ડિયામાં સામેલ થયો આ ખતરનાક ખેલાડી
BCCI એ નવો પેંતરો અજમાવતા અચાનક મયંક અગ્રવાલને ભારતીય ટીમ સાથે જોડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને 31 જાન્યુઆરીએ અમદાવાદમાં રિપોર્ટ કરવાનું કહેવાયું હતું. ત્યારબાદ તમામનો આરટી પીસીઆર ટેસ્ટ થયો અને ઘરેથી નીકળતા પહેલા પણ તમામને આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનું કહેવાયું હતું. 

ધવન સહિત અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું છે કે ઓપનિંગ બેટર શિખર ધવન અને ફાસ્ટ બોલર નવદીપ સૈની (સ્ટેન્ડબાય ખેલાડી)નો સોમવારે 31 જાન્યુઆરીએ આરટી પીસીઆર ટેસ્ટતયો હતો. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેટર ઋતુરાજ ગાયકવાડનો સોમવારે કોરોના ટેસ્ટ થયો હતો. જેમાં તે નેગેટિવ હતો પરંતુ મંગળવારે બીજા રાઉન્ડમાં તે પોઝિટિવ નીકળ્યો. 

બીસીસીઆઈ વધુમાં જણાવ્યું કે બેટર શ્રેયસ ઐય્યરનો 2 ફેબ્રુઆરીએ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પહેલા બંને રાઉન્ડના આરટી પીસીઆર ટેસ્ટમાં તે નેગેટિવ આવ્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ કોવિડ-19ના આ  કેસને સંભાળી રહી છે અને સંપૂર્ણ રીતે ઠીક થાય ત્યાં સુધીમાં આ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સભ્યો આઈસોલેશનમાં રહેશે. બીસીસીઆઈએ મયંક અગ્રવાલને ઓપનર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતની મેચ

6 ફેબ્રુઆરી-  પહેલી વનડે (અમદાવાદ)
9 ફેબ્રુઆરી- બીજી વનડે (અમદાવાદ)
11 ફેબ્રુઆરી- ત્રીજી વનડે (અમદાવાદ)
16 ફેબ્રુઆરી- પહેલી ટી-20 (કોલકાતા)
18 ફેબ્રુઆરી- બીજી ટી-20 (કોલકાતા) 
20 ફેબ્રુઆરી- ત્રીજી ટી-20 (કોલકાતા) 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટીમ આ પ્રકારે છે

વનડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ  કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કિપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન

ટી20 ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), વ્યંકટેશ ઐય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મો.સિરાજ, ભૂવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news