INDvsENG : જાણો શા માટે ટીમ ઇન્ડિયા ત્રીજી મેચમાં કાળી પટ્ટી બાંઘી ઉતરી મેદાને

સીરીઝના ત્રીજા મેચમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યા, પ્રથમ બેટીંગ કરતા ભારતના ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવન અને કે.એલ રાહુલ હાથ પર કાળી પટ્ટી બાંધી મેદાન પર ઉતર્યા હતા
 

INDvsENG : જાણો શા માટે ટીમ ઇન્ડિયા ત્રીજી મેચમાં કાળી પટ્ટી બાંઘી ઉતરી મેદાને

નવી દિલ્હી: નૉટિંઘમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે શનિવારે ત્રીજી મેચની શરૂઆત થઇ છે. સીરીઝમાં 0-2થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા માટે મેચ જીતની જરૂરી છે, ભારતની શરૂઆત સારી રહી હતી. પરંતુ લંચ સુધીમાં ઐક પછી એક એમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી ટેસ્ટમાં પ્રથમ  બેટીંગ કરતા ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનો હાથ પર કાળીપટ્ટી બાંધી મેદાન પર ઉતર્યા હતા. ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવન અને કે.એલ રાહુલ તેમના હાથ પર કાળી પટ્ટી  બાંઘીને મેદાનમાં આવ્યા હતા. ત્યાર બાદ બેટીંગ કરવા આવેલા વિરાટ કોહલી અને પૂજારાએ પણ હાથે પટ્ટી બાંધી હતી.  

 

— BCCI (@BCCI) August 18, 2018

 

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેચમાં કાળી પટ્ટી બાંઘી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું અવસાન 15મી ઓગસ્ટે મોડી રાત્રે થયું હતું. જ્યારે ભારતના પૂર્વ પ્રઘાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ 16 ઓગસ્ટ સાંજે 5 કલાકે અને 5 મીનીટે દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં થયું હતું. આ બંન્ને હસ્તીઓના સન્માનમાં જ ભારતીય ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા હતા. 

 

— BCCI (@BCCI) August 18, 2018

 

અજીત વાજેકર ટીમ ઇન્ડિયાના પહેલા કેપ્ટન હતા. જેના નેતૃત્વમાં ટીમને ઇંગ્લેન્ડમાં  તેની જ ભૂમી પર પહેલી વાર હરાવી હતી, એટલુજ નહિ, અજીત વાડેકરના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે કોઇ પણ સામે હંમેશા જીત મેળવનારી ટીમ વેસ્ટ ઇન્ડિઝને તેની જ ભૂમી પર હરાવી હતી.  

અજીત વાડેકર પછીથી ભારતીય ટીમના મેનેજર બન્યા હતા. તેમની અને મોહહમ્મદ અઝહરૂદ્દીનની જોડીએ ભારતીય ટીમને સાથે મળીને ધણી મેચોમાં જીત આપાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news