World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
India women vs Ireland women: ભારે વરસાદને કારણે રમત આગળ રમી શકાઈ ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ભારતીય ટીમની જીતમાં સ્મૃતિ મંધાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્મૃતિએ 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Trending Photos
ICC womens t20 world cup 2023: ટીમ ઈન્ડિયાએ મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સોમવારે (20 ફેબ્રુઆરી) પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ડકવર્થ અને લુઈસ નિયમ હેઠળ આયર્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે આયર્લેન્ડને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ 8.2 ઓવર પછી જ વરસાદ પડ્યો હતો. તે સમયે આયર્લેન્ડે બે વિકેટે 54 રન બનાવ્યા હતા અને તે સમયે DLS નિયમ હેઠળ પાંચ રનથી પાછળ હતી.
ભારે વરસાદને કારણે રમત આગળ રમી શકાઈ ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ભારતીય ટીમની જીતમાં સ્મૃતિ મંધાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્મૃતિએ 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્મૃતિએ 56 બોલની આકર્ષક ઇનિંગમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હવે સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાની સંભાવના છે.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો
અત્યારે ઈંગ્લેન્ડ ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં ત્રણ મેચમાં ત્રણ જીત અને છ પોઈન્ટ સાથે ટોચ પર છે. તેણે છેલ્લી ગ્રુપ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. એવામાં ઈંગ્લેન્ડ ટોપ પર રહીને સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ સાથે જ ભારતીય ટીમ બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચી જશે. ઈંગ્લેન્ડનો નેટ રન રેટ +1.776 છે. પાકિસ્તાન સામેની હાર બાદ પણ ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર રહી શકે છે. તે જ સમયે, ભારતનો નેટ રન રેટ +0.290 છે. ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
જો ભારતીય ટીમ બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચે છે તો અંતિમ-ચારમાં તેનો સામનો વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત માટે ફાઈનલનો રસ્તો આસાન નથી. અત્યાર સુધી ગ્રુપ-A માંથી માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ જ ચારમાંથી ચાર મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે. તે જ સમયે, બીજા સ્થાન માટે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ છે. ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 23 ફેબ્રુઆરીએ અને બીજી સેમિફાઇનલ 24 ફેબ્રુઆરીએ રમાશે. ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે