આ શાનદાર વર્લ્ડ રેકોર્ડ છે ટીમ ઇન્ડિયાના નામે, શું તમે જાણો છો તેના વિશે?

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ખેલાડીઓએ અત્યારસુધી એવા રેકોર્ડ બનાવ્યા છે જેનો કોઈ જવાબ નથી. એટલા માટે ટીમ ઈન્ડિયા (Team India) સમગ્ર દુનિયાની સારી ટીમોમાંથી એક માનવામાં આવે છે. આજે ટીમ ઇન્ડિયાનો ડંકો સમગ્ર દુનિયામાં વાગે છે. ત્યારે ભારતની ક્રિકેટ ટીમ આજના સમયમાં આઈસીસી વન-ડે રેંકિંગમાં બીજા નંબર પર છે, પરંતુ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર આંકડા જણાવે છે કે, તેઓ કેટલા દમદાર છે.
આ શાનદાર વર્લ્ડ રેકોર્ડ છે ટીમ ઇન્ડિયાના નામે, શું તમે જાણો છો તેના વિશે?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ખેલાડીઓએ અત્યારસુધી એવા રેકોર્ડ બનાવ્યા છે જેનો કોઈ જવાબ નથી. એટલા માટે ટીમ ઈન્ડિયા (Team India) સમગ્ર દુનિયાની સારી ટીમોમાંથી એક માનવામાં આવે છે. આજે ટીમ ઇન્ડિયાનો ડંકો સમગ્ર દુનિયામાં વાગે છે. ત્યારે ભારતની ક્રિકેટ ટીમ આજના સમયમાં આઈસીસી વન-ડે રેંકિંગમાં બીજા નંબર પર છે, પરંતુ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર આંકડા જણાવે છે કે, તેઓ કેટલા દમદાર છે.

ટીમ ઇન્ડિયાએ છેલ્લા બે દશકમાં જે પ્રકારે રમતમાં પ્રદર્શન કર્યું છે તે ઘણું શાનદરા રહ્યું છે. જેમાં દરેકને ભારતીય ટીમને ગંભીરતાથી લેવા પર મજબૂર કર્યા છે. હા, તે કહેવું પણ ખોટું નથી કે, આ વચ્ચે ટીમ ઇન્ડિયા માત્ર એક વખત જ વર્લ્ડ કપ જીતવામાં સફળ થઈ છે. પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયાએ તેની દરેક મેચમાં સામે આવતી ટીમને પડકાર આપ્યો છે અને દરેક વખતે એક મજબૂત દાવેદાર તરીકે ટૂર્નામેન્ટમાં સામે આવી છે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જેના વિશે જાણી તમે પણ ટીમ ઇન્ડિયા પર ગર્વ અનૂભવ કરશો.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામે વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 100 રનની ભાગીદારી કરવાનો રેકોર્ડ છે. આ વિષયમાં આઈસીસી વન-ડે રેંકિંગના આંકડાના હિસાબથી ઇગ્લેન્ડની ટીમ ભારતથી ઘણી પાછળ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારતથી પાછળ છે. તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાએ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 446 વખત ભાગીદારીમાં સદી ફટકારી છે. જે તેનામાં જ એક રેકોર્ડ છે. ભારત બાદ આ મામલે બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની ટીમનું નામ આવે છે. પરંતુ ટીમ ઇનિડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ઘણું અંતર છે. કેમ કે, ભારતની સરખામણીએ ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેનોએ અત્યાર સુધીમાં 389 વખત ભાગીદારીમાં સદી ફટકારી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા છેલ્લા ઘણા વર્ષોથી મેદાન પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ત્યારે ટીમ ઇન્ડિયાએ 31 ઓગસ્ટ 2017ના 400મી વખત ભાગીદારીમાં સદી ફટકારી હતી. તે સમયે ટીમ ઇન્ડિયા શ્રીલંકાની સામે રમી રહી હતી. આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma)એ 219 રનની ભાગીદારી કરી હતી. આ ઉપરાંત સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિન તેંદુલકર (Sachin Tendulkar)ની જોડીનું નામ સોથી વધારે વખત ભાગીદારીમાં સદી ફટકારવાનો રેકોર્ડ પર નોંધાયો છે. બંનેના નામે 26 સદી અને 29 અર્ધસદીની ભાગીદારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news