IND vs SA: ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર નવી બબાલ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ગુસ્સે


ટીમ ઈન્ડિયાના (Team India) ફૂડ મેન્યૂ (Food Menu) માં નોન વેજ ડિશ (Non Veg Dish) જોઈને ઘણા ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા છે. લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. 

IND vs SA: ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર નવી બબાલ, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ગુસ્સે

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) ની વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે વરસાદનું વિઘ્ન નડ્યુ હતું. વરસાદને કારણે આખા દિવસની રમત ધોવાય ગઈ હતી. પરંતુ જ્યારે પ્રથમ સેશન વરસાદને કારણે રદ્દ થયું તો અમ્પાયરે લંચની જાહેરાતકરી હતી. ત્યારે બધાની નજર ફીડ મેન્યૂ પર ટકેલી હતી. 

ટીમ ઈન્ડિયાના ફૂડ મેન્યૂ પર બબાલ
ટીમ ઈન્ડિયાના પ્લેયર જ્યારે ટેસ્ટના બીજા દિવસે લંચ પર ગયા તો ફૂડ મેન્યૂમાં બ્રોકલી સૂપ (Brocolli Soup), ચિકન ચેત્તીનાદ (Chicken Chettinad), દાળ, લૈમ્બ ચોપ્સ (Lamb Chops), પેપર સોસ  (Pepper Sauce), વેજિટેબલ કઢાઈ (Vegetable Kadai) અને પનીર ટિક્કા (Panner Tikka) જોવા મળ્યું હતું. 

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2021

નોન વેજ ફૂડને જોઈને બબાલ
ચિકન ચેત્તીનાદ (Chicken Chettinad) અને લેમ્બ ચોપ્સ (Lamb Chops) ને લઈને ઘણા ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા હતા. તેમના પ્રમાણે ભારતીય ખેલાડીઓને નોન વેજ ડિશ સર્વ કરવી જોઈએ નહીં. 

— Sandeep Bhaiya (@Sandeep_Bhaiya_) December 27, 2021

પ્લેયર્સ રમવા ગયા કે રજાઓ માણવા?'
એક યૂઝરે લખ્યુ- કાલે મેં 83 ફિલ્મ જોઈ, તે જમાનામાં ક્રિકેટર્સ શાકાહારી ભોજન માટે મુશ્કેલીનો સામનો કરતા હતા અને પોતાની સાથે અથાણા અને બ્રેડ લઈને જતા હતા, અને હવે આને જુઓ, તે અહીં રમવા આવ્યા છે કે વરસાદની સીઝનમાં રજાઓ માણવા..

— Eminent Socialist (@wnnabesocial) December 27, 2021

— Priyanshu (@_ChangeTheTopic) December 27, 2021

— Lakshya (@fivewides) December 27, 2021

મજાકના મૂડમાં જોવા મળ્યા ઘણા ફેન્સ
ઘણા ભારતીય ક્રિકેટ ફેન્સ ફૂડ મેન્યૂને લઈને મજાકના મૂડમાં જોવા મળ્યા, એક વ્યક્તિએ લખ્યું- અહીં વડાપાંવ દેખાતા નથી. બીજા યૂઝર્સે કહ્યું- અહીં કોઈ હેલ્ધી ફૂડ નથી. આ કારણ છે કે રોહિત શર્માએ સિરીઝમાંથી હટવાનો નિર્ણય લીધો, તે પોતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news