ટીમ ઇન્ડીયાને મોટો આંચકો, સાઉથ આફ્રીકા સીરીઝ પહેલાં બહાર થયો આ ધાકડ ઓલરાઉન્ડર

દીપક હુડ્ડાને ઇજા પહોંચતા ટીમ ઇન્ડીયાને એક મોટો ઝટકો લાગ્યો છે. દીપક હુડ્ડાએ નાના કેરિયરમાં ટીમ ઇન્ડીયામાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે. દીપક હુડ્ડાએ ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધી 8 વનડે મેચોમાં 28.2 ની એવરેજ સથે 141 રન બનાવ્યા છે.

ટીમ ઇન્ડીયાને મોટો આંચકો, સાઉથ આફ્રીકા સીરીઝ પહેલાં બહાર થયો આ ધાકડ ઓલરાઉન્ડર

Deepak Hooda Ruled Out From IND vs SA T20I Series: સાઉથ આફ્રીકાની સીરીઝની શરૂઆત પહેલાં ટીમ ઇન્ડીયાને મોટો આંચકો લાગ્યો છે. ટીમના એક સ્ટાર ઓલરાઉન્ડરને ઇજા પહોંચતાં આ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. આ ખેલાડી ટી20 વર્લ્ડકપ માટે પણ ટીમ ઇન્ડીયાનો ભાગ છે. આ સમાચારે ટી20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડીયાની ચિંતા વધારી દીધી છે. આ ખેલાડી કમરની ઇજાના કારણે સાઉથ આફ્રીકાની સીરીઝ પહેલાં બહાર થઇ ગયા છે. 

ટીમ ઇન્ડીયાને લાગ્યો મોટો આંચકો
ટીમ ઇન્ડીયના વિસ્ફોટક ઓલરાઉન્ડર દીપક હુડ્ડા કમરની ઇજાના લીધે સાઉથ આફ્રીકા સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. દીપક હુડ્ડાને તાજેતરમાં જ કમરમાં ઇજા પહોંચી હતી. બીસીસીઆઇએ પોતાને આ વાતની જાણકારી આપી છે. દીપક હુડ્ડા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણે મેચોની ટી20 સીરીઝમાં પણ ટીમ ઇન્ડીયાનો ભાગ હતા, પરંતુ તે એકપણ મેચમાં પ્લૈંગ 11 નો ભાગ બની શક્યા ન હતા. તમને જણાવી દઇએ કે દીપક હુડ્ડા ટી20 વર્લ્ડકપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ છે. 

આ ખેલાડીને ટીમમાં કરવામાં આવ્યો સામેલ
દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયર ઐય્યરને ટીમ ઇન્ડીયામાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યર પોતાની ધાકડ બેટીંગ માટે જાણિતા છે. શ્રેયર ઐય્યરે પોતાની અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચ 7 ઓગસ્ટ 2022 ના રોજ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ રમી હતી. શ્રેયર ઐય્યરે ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ, 30 વનડે અને 46 ટી20 મેચ રમી છે. 

ટીમ ઇન્ડીયાને જીતાડી ઘણી મેચ
દીપક હુડ્ડાને ઇજા પહોંચતા ટીમ ઇન્ડીયાને એક મોટો ઝટકો લાગ્યો છે. દીપક હુડ્ડાએ નાના કેરિયરમાં ટીમ ઇન્ડીયામાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે. દીપક હુડ્ડાએ ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધી 8 વનડે મેચોમાં 28.2 ની એવરેજ સથે 141 રન બનાવ્યા છે. તો બીજી તરફ 12 ટી20 મેચોમાં તે 41.86 ની એવરેજ સાથે 293 રન બનાવી ચૂક્યા છે. તેમાં એક સદી પણ સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news