આ 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનું લગ્ન પછી રહ્યું અફેર, લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામ

કેટલાક ક્રિકેટરોએ તો તેમની પહેલી પત્નીને તેમના અફેરના કારણે છૂટાછેડા આપી દીધા હતા. જોકે કેટલાકના સંબંધો પાછળથી તૂટી ગયા હતા. ચાલો એક નજર કરીએ આવા 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો પર જેમના લગ્ન કર્યા હોવા છતાં અફેર હતું.

આ 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનું લગ્ન પછી રહ્યું અફેર, લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામ

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં એવા 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે, જેમના નામ સાંભળીને કદાચ તમે ચોંકી જશો. લગ્ન કર્યા હોવા છતાં આ 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોનું અફેર હતું. કેટલાક ક્રિકેટરોએ તો તેમની પહેલી પત્નીને તેમના અફેરના કારણે છૂટાછેડા આપી દીધા હતા. જોકે કેટલાકના સંબંધો પાછળથી તૂટી ગયા હતા. ચાલો એક નજર કરીએ આવા 5 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો પર જેમના લગ્ન કર્યા હોવા છતાં અફેર હતું.

1. સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી અને બોલિવૂડની હસીના નગ્મા વચ્ચે વર્ષ 2000માં તેમના રિલેશન વિશે ખૂબ ચર્ચા થઈ હતી. તે જમાનાની ખૂબસૂરત હસીના નગ્માનું નામ સૌરવ ગાંગુલી સાથે જોડાયેલું હતું અને તેમના સંબંધો વિશે વિવિધ વાતો સાંભળવામાં આવી હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે નગમા અને સૌરવ ગાંગુલી વચ્ચે અફેર હતું, જે લાંબા સમય સુધી ચાલ્યું હતું. વર્ષ 2000 દરમિયાન સૌરવ ગાંગુલી તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન નગ્માનો જાદુ બોલિવૂડમાં ચરમસીમા પર હતો. સૌરવ ગાંગુલી અને નગ્મા વચ્ચે કોઈક રીતે રિલેશનશીપ શરૂ થઈ, જે લાંબા સમય સુધી ચાલ્યો, પરંતુ બંનેએ ક્યારેય મીડિયાની સામે તે વાતનો સ્વીકાર કર્યો નહોતો. વર્ષ 1997માં સૌરવ ગાંગુલીએ તેમની બાળપણની મિત્ર અને પાર્ટનર ડોના સાથે પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા હતા.

ગાંગુલી-ડોનાની જોડી આજે પણ ઘણા લોકો માટે રોલ મોડેલ છે. શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે સૌરવ ગાંગુલીના જીવનમાં એક બોલિવૂડ અભિનેત્રીની એન્ટ્રી થઈ. તે અભિનેત્રીનું નામ છે નગમા, જે માત્ર સાઉથની ફિલ્મોમાં જ નહીં પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ પોતાના સમયની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. જ્યારે ડોનાને આ બાબતોની જાણ થઈ ત્યારે એક સમય એવો આવ્યો કે તે સૌરવથી અલગ થવા માંગતી હતી એટલે કે સૌરવથી છૂટાછેડા લેવા માંગતી હતી. જો કે તે નિર્ણાયક સમયે ડોનાએ ખૂબ જ ધીરજપૂર્વક કામ કર્યું અને સૌરવનો સાથ ન છોડ્યો. ડોનાએ તે તમામ અહેવાલોને અફવા ગણાવીને પુરી કરી દીધી, જેના લીધે સૌરવ અને નગ્માનું બ્રેકઅપ થયું અને ડોનાએ તેનું ઘર તૂટતું બચાવ્યું.

2. મોહમ્મદ શમી


ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન 7 એપ્રિલ 2014ના રોજ થયા હતા. થોડા વર્ષો પછી શમીની પત્નીએ તેના પર અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો, સાથે જ હસીના એ શમી પર બળાત્કાર જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેમની પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસા જેવા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી સામે આઈપીસીની કલમ 498A (દહેજ ઉત્પીડન) અને કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ હાસીદ અહેમદ સામે કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન એક મોડલ હતી. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયર લીડર બની. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને બંનેએ એકબીજાને દિલ આપ્યું. ત્યારબાદ શમીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. શમી 17 જુલાઈ 2015ના રોજ પુત્રીનો પિતા પણ બન્યો હતો.

3. મોહમ્મદ અઝહરુદ્દીન


હૈદરાબાદી ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના બે લગ્ન વિશે ઘણા લોકો જાણતા હશે. તેમણે પહેલા નૌરીન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેમને બે પુત્રો થયા, પરંતુ બાદમાં તેમનું બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિલજાની સાથે અફેર હતું. 1996માં અભિનેત્રી સંગીતા બિલજાની સાથે લગ્ન કરવાના ચક્કરમાં તેઓ પ્રથમ પત્નીથી અલગ થઈ ગયા. ભારતીય ટીમના 90ના દાયકાના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું કરિયર ફિક્સિંગમાં નામ આવવાને કારણે પણ ખતમ થઈ ગયું. મેચ ફિક્સિંગમાં નામ હોવાના કારણે મોહમ્મદ અઝહરુદ્દીન પોતાની કારકિર્દીમાં માત્ર 99 ટેસ્ટ મેચ રમી શક્યા હતા. 90ના દાયકામાં મોહમ્મદ અઝહરુદ્દીનનું સચિન તેંડુલકર કરતા પણ મોટું નામ હતું. તે દેશનો હીરો હતો, પરંતુ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાના કારણે BCCI દ્વારા તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

4. જવાગલ શ્રીનાથ


ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે અગાઉ જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ માધવી પત્રાવલી નામની પત્રકાર સાથે લગ્ન કરવા માટે તેમને છૂટાછેડા આપી દીધા હતા. બંનેએ 2008માં લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન હોવા છતાં જવાગલ શ્રીનાથનું અફેર માધવી પતરાવલી સાથે ચાલ્યું. તમને જણાવી દઈએ કે 2003 વર્લ્ડકપમાં જવાગલ શ્રીનાથે ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે વર્લ્ડકપમાં ભારતની સતત 8 જીતમાં મોટો ફાળો આપ્યો હતો. શ્રીનાથે ભારતીય ટીમ માટે 67 ટેસ્ટ મેચ અને 229 વનડે રમી હતી. જેમાં શ્રીનાથે ટેસ્ટમાં 236 અને વનડેમાં 315 વિકેટ ઝડપી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ જવાગલ શ્રીનાથે મેચ રેફરી તરીકે તેમની બીજી ઇનિંગ શરૂ કરી. તેમણે 2006માં કોલંબોમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે ડેબ્યૂ કર્યું હતું.

5. વિનોદ કાંબલી


વિનોદ કાંબલી કોઈપણ રીતે પોતાની ઓફ ફીલ્ડ કહાનીઓ માટે પ્રખ્યાત છે અને આ તેમાંથી એક છે. કાંબલીએ 1998માં તેમની બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું પૂર્વ મોડલ એન્ડ્રિયા હેવિટ સાથે અફેર હતું અને તેમણે તેની સાથે લગ્ન પણ કર્યા હતા. 1993 થી 2000 સુધી ભારતીય ટીમ માટે રમનાર ડાબોડી બેટ્સમેન વિનોદ કાંબલી પોતાની પ્રતિભાથી એક મહાન ખેલાડી બની શક્યો હોત, પરંતુ તેના વિવાદોને કારણે તે વિસ્મૃતિના અંધકારમાં ખોવાઈ ગયો હતો. એક સમયે એવું કહેવામાં આવતું હતું કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર કરતાં તેનામાં વધુ પ્રતિભા છે, પરંતુ તે તેના વર્તનને કારણે ઘણી વખત ટીમની બહાર થઈ ગયો હતો. શરૂઆતમાં તેમણે ભારતીય ટીમ માટે ઘણા રન બનાવ્યા, પરંતુ વિવાદમાં આવ્યા પછી તેમનું બેટ પણ ચાલવાનું બંધ થઈ ગયું અને તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. તેમણે ભારતીય ટીમ માટે 104 ODI અને 17 ટેસ્ટ મેચ રમી છે. ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ તેમની બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, કારણ કે તેઓ ભૂતપૂર્વ મોડલ એન્ડ્રીયા હેવિટના પ્રેમમાં પડ્યા હતા. તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા પછી, કાંબલીએ એન્ડ્રીયા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેમને બીજી પત્નીથી એક બાળક જીસસ ક્રિસ્ટિયાનો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news