T20 વિશ્વકપની ટીમમાં 10 ઓક્ટોબર સુધી થઈ શકે છે મોટા ફેરફાર, 3 ખેલાડીઓ પર લટકી તલવાર

10 ઓક્ટોબર સુધી બધા દેશ ટી20 વિશ્વકપની ટીમમાં ફેરફાર કરી શકે છે. વિશ્વકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થવાનો છે. બીસીસીઆઈ પાસે ટીમમાં ફેરફાર કરવા માટે થોડો સમય બાકી છે. 

T20 વિશ્વકપની ટીમમાં 10 ઓક્ટોબર સુધી થઈ શકે છે મોટા ફેરફાર, 3 ખેલાડીઓ પર લટકી તલવાર

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 8 સપ્ટેમ્બરે થઈ હતી. પરંતુ  IPL 2021 ના બીજા તબક્કાના મુકાબલામાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને પસંદગીકારોને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે. આઈસીસીના નિયમ પ્રમાણે 10 ઓક્ટોબર સુધી બધા દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે. એટલે કે બીસીસીઆઈ પાસે હજુ થોડો સમય છે. ટી20 વિશ્વકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થવાનો છે. આ IPL સીઝનમાં કેટલાક એવા ખેલાડી છે, જેની જગ્યા પર ખતરો છે. આવો એક નજર કરીએ આ ખેલાડીઓ પર.

હાર્દિક પંડ્યા
ટી20 વિશ્વકપ પહેલા હાર્દિક પંડ્યા ન તો ફિટ છે અને ન ફોર્મમાં છે. હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસ છતાં ભારતીય પસંદગીકારોએ તેને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક પંડ્યા અનફિટ થવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલનું હાલનું ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ઓલરાઉન્ડર બની શકે છે. શાર્દુલ ઠાકુરને ટી20 વિશ્વકપ 2021ની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર્સમાં રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ન રમવા પર શાર્દુલને તક મળી શકે છે. 

ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ટી20 વિશ્વકપ પહેલા ખુલી ગઈ છે. આઈપીએલમાં ભુવનેશ્વર કુમારની બોલિંગ જોઈને લાગ્યું નહીં કે કોઈ બેટ્સમેનને તેની સામે મુશ્કેલી થઈ રહી છે. ભુવનેશ્વર ફોર્મમાં નથી. ભુવનેશ્વરનું હાલનું પ્રદર્શન જોતા ટી20 વિશ્વકપની ટીમમાં તેની જગ્યા બનતી નથી. ભુવીની બોલિંગમાં ન ગતિ છે ન તે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનમાં ડર પેદા કરી શકે છે. તેવામાં પસંદગીકાર મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન જેવા બોલરેને તક આપી શકે છે. 

સૂર્યકુમાર યાદવ
IPL માં સૂર્યકુમાર યાદવનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ ખરાબ પ્રદર્શન જોયા બાદ ફેન્સ પણ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. તેવામાં સૂર્યકુમારને વિશ્વકપની ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે. આઈપીએલ 2021 (IPL 2021) નો બીજો તબક્કો વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભારત તરફથી ટી20 વિશ્વકપમાં પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખરાબ રહ્યુ છે. બીજીતરફ શ્રેયસ અય્યર સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તેને જોતા બીસીસીઆઈ વિશ્વકપ પહેલા સૂર્યકુમાર યાદવને બહાર કરી શ્રેયસ અય્યરને તક આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news