પોતાની બેટિંગ પહેલાં કેમ બેટ ચાવે છે ધોની! સાથી ક્રિકેટર્સ અને ચાહકો પણ નથી જાણતા કારણ

પોતાની બેટિંગ પહેલાં કેમ બેટ ચાવે છે ધોની! સાથી ક્રિકેટર્સ અને ચાહકો પણ નથી જાણતા કારણ

નવી દિલ્લીઃ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન કૂલ ધોની પોતાની બેટ ચાવતા દેખાયા. ધોની કેમ આવું કરે છે આ અંગે અમિત મિશ્રાએ કર્યો ખુલાસો. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેસ્ટ ફિનિશર્સમાંથી એક છે. આઈપીએલ 2022માં પણ ધોનીનું બેટ રન વરસાવી રહ્યું છે. આ સિઝનમાં પણ ધોની મેચ ફિનિશરનું કામ કરી રહ્યા છે. દિલ્લી કેપિટલ્સ સામેની મેચમાં નાની પણ વિશફોટક બેટિંગ જોવા મળી. પણ હાલ ધોનીનો બેટિંગ પહેલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાનું બેટ ચાવતા નજરે પડી રહ્યા છે. ધોની આ કેમ કરી રહ્યા છે તેનો ખુલાસો એક ભારતીય ખેલાડીએ કર્યો છે.

ધોની કેમ ચાવે છે પોતાનું બેટ?
એમએસ ધોની આ પહેલા પણ બેટ ચાવતા નજરે પડ્યા છે. ધોની બેટિંગ પહેલા કેમ આવું કરે છે તે અંગે ખુલાસો ભારતના દિગ્ગજ સ્પિન બોલર અમિત મિશ્રાએ કર્યો છે. અમિત મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે ધોની પોતાની બેટની સાફ રાખવા માટે આવું કરે છે. અમિત મિશ્રાએ લખ્યું કે, જો તમે વિચારી છો કે ધોની કાયમ પોતાનું બેટ કેમ ચાવે છે. ધોનીને પોતાની બેટ પર ટેમ હટાવવા માટે આવું કરે છે ધોનીને પોતાનું બેટ સાફ પસંદ છે. તમે એમએસના બેટમાં એક પણ ટેપ કે દોરો નિકળતો નહીં જોયો હોય.

DC સામે ધોનીની તોફાની ઈનિંગ:
એમએસ ધોનીએ દિલ્લી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. ધોનીએ 8 મેચોમાં 21 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં ધોનીની બેટમાં 1 ચોકો અને 2 છક્કા નિકળ્યા હતા. એમએસએ આ મેચમાં 262.50ની સ્ટ્રાઈક રેટથી રન સ્કોર કર્યા હતા. આઈપીએલ 2022માં ધોનીએ 11 મેચોમાં 32.60ની એવરેજથી 163 રન બનાવ્યા છે. આ સિઝનમાં ધોનીએ એક હાફ સેન્ચુરી પણ લગાવી છે. ધોનીની આગેવાનીમાં ટિમ વિનિંગ ટ્રેક પર પાછી આવી ચુકી છે.

ધોનીએ બનાવ્યો રેકોર્ડ:
એમ એસ ધોનીના આ નાની કિમિયો ઈનિંગના દમ પર ચેન્નઈની ટીમે 208 રન બનાવ્યા. એમ એસએ આ સાથે કેપ્ટન તરીકે ટી20માં 6 હજાર રન પુરા કર્યા. આવું કરનાર ધોની બીજા પ્લેયર બન્યા છે. આવું પહેલા ભારતીય બેટર વિરાટ કોહલી કરી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news