વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં, IPL માટે વેસ્ટ ઈન્ડિઝ પાસે માંગી મદદ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) કેરેબિયન પ્રીમિયર લીગને (CPL) એક સપ્તાહ કે 10 દિવસ પહેલા આયોજીત કરવાને લઈને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સાથે વાતચીત કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની બાકી મેચોનું આયોજન સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે અને તે ખેલાડીઓનું એક બાયો બબલથી બીજા બાયો બબલમાં કોઈ વિઘ્ન વગર ટ્રાન્સફર કરવા ઈચ્છે છે. કોવિડ-19 મહામારીને કારણે આઈપીએલને અધવચ્ચે સ્થગિત કરવી પડી હતી. બીસીસીઆઈએ આઈપીએલની બાકી મેચોનું સપ્ટેમ્બરમાં યૂએઈમાં આયોજન કરવાની શનિવારે મંજૂરી આપી હતી.
સીપીએલ 28 ઓગસ્ટથી શરૂ થવાની છે અને તેની ફાઇનલ 19 સપ્ટેમ્બરે રમાશે જ્યારે આઈપીએલની બાકી મેચોને 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમાવાની સંભાવના છે અને તેવામાં ખેલાડીઓ માટે બન્ને લીગનો ભાગ બનવું મુશ્કેલ હશે.
બીસીસીઆઈના સૂત્રોએ ગોપનીયતાની શરત પર કહ્યું- અમારી ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ સાથે વાતચીત ચાલી રહી છે અને અમે આશા કરી રહ્યાં છીએ કે જો સીપીએલ થોડા દિવસ પહેલા સમાપ્ત થઈ જાય તો તેનાથી ખેલાડીઓને એક બાયો બબલથી બીજા બાયો બબલમાં ટ્રાન્સફર કરવામાં મદદ મળશે. તેથી ખેલાડી યોગ્ય સમયે દુબઈ પહોંચી ત્યાં ત્રણ દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહી શકે છે.
જો બીસીસીઆઈ અને સીડબ્લ્યૂઆઈમાં કોઈ સમજુતી થશે નહીં તો ઘણા મહત્વના ખેલાડી આઈપીએલની શરૂઆતી મેચોમાં બહાર રહી શકે છે. આ ખેલાડીઓમાં કીરોન પોલાર્ડ, ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન, ફેબિયન એલેન, કીમો પોલ, સુનીલ નરેન સિવાય ત્રિનિદાદ એન્ડ ટોબેગોના કોચ બ્રેન્ડન મેક્કુલમ સામેલ છે, જે કોલકત્તા નાઇટરાઇડર્સના કોચ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે