Tri T20 Series: મંધાનાની શાનદાર ઈનિંગ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું

Tri-Nation Womens T20 Series: ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ત્રિકોણિય સિરીઝમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે. 

Tri T20 Series: મંધાનાની શાનદાર ઈનિંગ પાણીમાં, ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું

મેલબોર્નઃ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ત્રિકોણિય ટી20 સિરીઝ (Tri-Nation Womens T20 Series)માં શુક્રવારે ભારતને ચાર વિકેટથી પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડની મહિલા ટીમ (England Womens)એ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમને 20 ઓવરમાં છ વિકેટે 123ના સ્કોર પર રોકી દીધી હતી. ત્યારબાદ 18.5 ઓવરમાં છ વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમની ટૂર્નામેન્ટમાં સતત બીજી હાર છે. 

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ત્રિકોણિય ટી20 સિરીઝ (Tri-Nation T20 Series)નો ચોથો મુકાબલો શુક્રવારે મેલબોર્નમાં રમાયો હતો. ઈંગ્લેન્ડ તરફથી નતાલી શીવર (Natalie Sciver)એ 38 બોલ પર છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. ફ્રાન વિલ્સન 20 રન બનાવી અણનમ રહી હતી. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ પર 123 રન બનાવી શકી હતી. તેના તરફથી સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ 45 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી આન્ય શ્રુબસોલ (Anya Shrubsole)એ શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કેથરીન બ્રન્ટને બે સફળતા મળી હતી. 

આ ટૂર્નામેન્ટમાં ભારતની ત્રણ મેચોમાં આ સતત બીજો પરાજય છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપનાર ભારતીય મહિલા ટીમે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે હવે પોતાની અંતિમ લીગ મેચ આઠ ફેબ્રુઆરીએ રમવાની છે. ઓસ્ટ્રેલિયામાં જ ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે અને તેની તૈયારીઓ પ્રમાણે આ સિરીઝ ખુબ મહત્વની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news