જો આવું થાય તો જ ભારત સેમીફાઈનલમાં પહોંચે! બાકી તો બધા દુબઈમાં દિવાળી કરીને ઘરભેગા થશે! જાણો સેમીફાઈનલનું ગણિત
ટી-20 વર્લ્ડકપમાં અફઘાનીસ્તાને હરાવીને ટીમ ઈન્ડિયાએ કોઈક રીતે પોતાની ઈજ્જત બચાવવાનો પ્રયાસ કર્યો છે. કારણકે, ભારત આ પહેલાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી ચૂક્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છેકે, ભારતે અફઘાનીસ્તાનને ભલે હરાવ્યું પણ શું હવે સેમીફાઈનલમાં જવા માટે ટીમ ઈન્ડિયા પાસે કોઈ ચાન્સ છે ખરાં?
- જાણો ભારત પાસે સેમીફાઈનલમાં જવાનો કેટલો ચાન્સ છે
- પાકિસ્તાને બનાવી લીધી છે સેમીફાઈનલમાં જગ્યા
- ચમત્કાર થાય તો નામીબિયા પણ જઈ શકે સેમીફાઈનલમાં
Trending Photos
નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપમાં અફઘાનીસ્તાને હરાવીને ટીમ ઈન્ડિયાએ કોઈક રીતે પોતાની ઈજ્જત બચાવવાનો પ્રયાસ કર્યો છે. કારણકે, ભારત આ પહેલાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી ચૂક્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છેકે, ભારતે અફઘાનીસ્તાનને ભલે હરાવ્યું પણ શું હવે સેમીફાઈનલમાં જવા માટે ટીમ ઈન્ડિયા પાસે કોઈ ચાન્સ છે ખરાં?
અફઘાનીસ્તાન સામેની મેચ બાદ બધાના મનમાં એક જ સવાલ છે કે હવે ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે. ભારતે કાલે અફઘાનિસ્તાનને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું હતું. જોકે ભારતે અફઘાનિસ્તાનને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતો તો ભારત રન રેટની બાબતમાં અફઘાનીસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને પાછળ છોડી દેત. પણ આવું થયું નહીં.
સેમીફાઈનલમાં પહોંચવા શું કરશે ભારત:
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડેસ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે.
ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવે તો...
જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલમાં દરવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.
શું અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં જઈ શકે?
જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને મોટા અંતરથી હરાવી દેશે તો રન રેટના આધારે તે સેમીફાઈનલમાં પહોંચી જશે. પાકિસ્તાનની ટીમ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
ચમત્કાર નામીબિયાને પણ સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે:
નામીબિયા માટે પણ સેમીફાઈનલના દરવાજા ખુલા છે, તે માટે તેણે ભારત અને ન્યૂઝીલેન્ડને આગામી મેચમાં મોટા માર્જીનથી હરાવવું પડશે. સાથે અફઘાનીસ્તાન પણ ન્યૂઝીલેન્ડને ઓછા માર્જીનથી હરાવે તો રનરેટના આધારે નામીબીયા સેમીફાઈનલમાં પહોંચ શકે છે.
T20 World Cup માં અફઘાનીસ્તાન સામેની મેચ પછી દરેક દેશની સ્થિતિ
દેશ મેચ રમી જીત હાર રન રેટ પોઈન્ટ
પાકિસ્તાન 4 4 0 +1.065 8
અફઘાનિસ્તાન 4 2 2 +1.481 4
ન્યૂઝીલેન્ડ 3 2 1 +0.816 4
ભારત 3 1 2 +0.073 2
નામીબિયા 3 1 2 -1.600 2
સ્કોટલેન્ડ 3 0 3 -2.645 0
Taarak Mehta ના પોપટલાલ પત્રકારત્વ છોડી કેમ ભટકી રહ્યાં છે શેરીએ-શેરીએ? અચાનક આવું થશે કોને ખબર હતી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે