T20 World Cup 2024: ટી20 વિશ્વકપ રમવા ઈચ્છે છે વિરાટ અને રોહિત, IPLમાં 30 ખેલાડી પર રહેશે સિલેક્ટરોની નજર

T20 World Cup 2024: ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલી ટી20 વિશ્વકપ રમવા ઈચ્છે છે. બંને સાથે વાત કરવા માટે ચીફ સિલેક્ટર અજિત અગરકર આફ્રિકા પહોંચવાના છે. વિશ્વકપને કારણે આઈપીએલમાં 30 ખેલાડીઓ પર નજર રહેવાની છે.

T20 World Cup 2024: ટી20 વિશ્વકપ રમવા ઈચ્છે છે વિરાટ અને રોહિત, IPLમાં 30 ખેલાડી પર રહેશે સિલેક્ટરોની નજર

કેપટાઉનઃ અજિત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી કરવા માટે માથાકૂટકરવી પડશે કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જૂનમાં રમાનાર વિશ્વકપમાં રમવા ઇચ્છુક છે. રોહિત અને કોહલી બંને નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વિશ્વકપની સેમીફાઈનલ બાદ ભારત તરફથી આ નાના ફોર્મેટમાં રમ્યા નથી.

બે રાષ્ટ્રીય પસંદગીકાર શિવસુંદર દાસ અને સલિલ અંકોલા દક્ષિણ આફ્રિકામાં છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ દરમિયાન અગરકર પણ ત્યાં પહોંચશે. તેવી સંભાવના છે કે અગરકર અને તેના સાથે આ દરમિયાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સાથે કેપ્ટન રોહિત અને સ્ટાર બેટર કોહલી સાથે વાત કરશે અને ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ સિરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે.

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લગભગ 30 ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે. અત્યારે તે જોવાનું છે કે અગરકર અને તેના સાથી 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થનારી સિરીઝ માટે રોહિત અને કોહલીનું પસંદગી કરે છે કે નહીં કે પછી આઈપીએલ દરમિયાન તેના ફોર્મ અને ફિટનેસ પર નજર રાખવામાં આવશે.

આ બંને દિગ્ગજ ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ટી20 વિશ્વકપનો ભાગ બનવાનું પસંદ કરશે. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ રમવાની છે તેવામાં રોહિત અને કોહલીને અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ ગોપનીયતાની શરત પર કહ્યું- સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી સિરીઝ પહેલા કોઈ અનુમાન લગાવી શકાય નહીં. કોઈપણ નિર્ણય આઈપીએલમાં પ્રથમ મહિનાના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news