T20 World Cup 2022: 109 ખેલાડીઓએ મળીને જ્યારે બનાવી દીધો એક ઐતિહાસિક રેકોર્ડ

T20 World Cup 2022: તે રેકોર્ડ જે ક્યારેક ભારતની જમીન પર બન્યો હતો. યૂએઈની જમીન પર તૂટી ગયો હતો. ત્યારે તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે તે મહારેકોર્ડ કયો છે?. તો તે આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના એક એડિશનમાં લાગેલા સૌથી વધારે સિક્સ સાથે જોડાયેલો છે.

T20 World Cup 2022: 109 ખેલાડીઓએ મળીને જ્યારે બનાવી દીધો એક ઐતિહાસિક રેકોર્ડ

નવી દિલ્લી: 1, 2, 3, 4 કે 5 નહીં પરંતુ 109 ખેલાડી. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં  આવું પહેલીવાર થયું જ્યારે આટલા બધા ખેલાડીઓએ મળીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો. જે રેકોર્ડ એક સમયે ભારતની ધરતી પર બન્યો હતો. અને યૂએઈની જમીન પર તૂટ્યો હતો. ત્યારે તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે તે મહારેકોર્ડ કયો છે?. તો તે આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના એક એડિશનમાં લાગેલા સૌથી વધારે સિક્સ સાથે જોડાયેલો છે. જે 2021માં રમાયેલી ટી-20 વર્લ્ડ કપમાં બન્યો હતો.

 

2021માં કુલ 405 સિક્સ લાગી:
ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું જ્યારે 400થી વધારે સિક્સ નોંધાઈ. પરંતુ તેને કોઈએક બેટ્સમેને નહીં પરંતુ તે વર્ષે રમાયેલ કુલ 45 મેચમાં 109 બેટ્સમેનોએ મળીને બનાવ્યો હતો. વર્ષ 2021માં કુલ 405 સિક્સ નોંધાઈ હતી. એટલે દરેક મેચમાં ઓછામાં ઓછી 9 સિક્સ નોંધાઈ હતી.

2016માં ભારતમાં 316 સિક્સ નોંધાઈ:
આ પહેલાં ટી-20 વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધારે 314 સિક્સનો રેકોર્ડ હતો. આ રેકોર્ડ વર્ષ 2016માં ભારતમાં થયેલ એડિશનમાં નોંધાયો હતો. ત્યારે 98 બેટ્સમેનોએ 35 મેચમાં એટલી સિક્સ ફટકારી હતી. એટલે પ્રતિ મેચ 8.97 સિક્સ.

2021માં 16 ટીમોએ લીધો હતો ભાગ:
ટી-20 વર્લ્ડ કપ 2021ના ક્વોલિફાયરથી લઈને ફાઈનલ સુધીની સફરમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સૌથી વધારે 40 સિક્સ પાકિસ્તાનની ટીમે ફટકારી હતી. પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ 37 સિક્સ ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે 35 સિક્સ, ઈંગ્લેન્ડે 34 સિક્સ, ભારતીય ટીમ આ રેસમાં 25 સિક્સની સાથે ટોપ-10 લિસ્ટની બહાર 11મા ક્રમે રહી હતી.

જોસ બટલરે ફટકારી હતી સૌથી વધુ સિક્સ:
ટી-20 વર્લ્ડ કપ 2021માં 16 ટીમના 109 બેટ્સમેનોએ 405 સિક્સ ફટકારી હતી. પરંતુ સૌથી વધારે 13 સિક્સ ફટકારનાર બેટ્સમેનમાં ઈંગ્લેન્ડનો જોસ બટલર પહેલા ક્રમે રહ્યો. તેની પાછળ 12 સિક્સની સાથે પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન રહ્યો. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલે 7-7 સિક્સ ફટકારી હતી.

202માં આ રેકોર્ડ તૂટશે?
આ તો 109 બેટ્સમેનોના બેટથી 405 સિક્સ નોંધાઈ હતી તે તો ઈતિહાસ છે. હવે ટી-20 વર્લ્ડ કપની નવી ઈનિંગ્સનો ઈંતઝાર છે. દુનિયાના અનેક બેટ્સમેનો અત્યારે પોતાના શાનદાર ફોર્મમાં છે. એવામાં આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ કપમાં 405 સિક્સનો રેકોર્ડ તૂટી જાય તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news