T20 World Cup માં પાકિસ્તાનના 8 વિકેટે 159 રન, ભારતને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલાં MCG ના નામે જાણીતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મહામુકાબલો થશે. ભારતીય સમય અનુસાર બરાબર દોઢ વાગે આ મેચની શરૂઆત. આ મેચને પગલે કરોડો ક્રિકેટ પ્રેમીઓમાાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટી20 મેચમાં ભારત અને પાકિસ્તાન બન્ને ટીમો 7 મી વાર આમને-સામને ટકરાઈ રહ્યાં છે. અત્યાર સુધી વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન સામે હંમેશા ભારતનું પલડું ભારે રહ્યું છે.

T20 World Cup માં પાકિસ્તાનના 8 વિકેટે 159 રન, ભારતને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ

મેલબોર્નઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. શરૂઆતમાં પાકિસ્તાનની ટીમ તૂ ચલ મેં આયા...ની જેમ એક બાદ એક વિકેટો પડવા લાગી. તે સમયે લાગતુ હતું કે પાકિસ્તાનની ટીમ સાવ ઓછા ટાર્ગેટમાં સમેટાઈ જશે. પણ દાવ પુરો થતાં પહેલાં પાકિસ્તાનની ટીમે કવરઅપ કરીને સારો સ્કોર બોર્ડ પર મુક્યો. પહેલાં દાવના અંતે પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યાં. આ સાથે ભારતને આ હાઈવોલ્ટેજ મેચ જીતવા માટે મળ્યો 160 રનનો લક્ષ્યાંક.

પહેલાં દાવની શરૂઆતથી જ ભારતી બોલરો પાકિસ્તાની બેટર્સ પર હાવી જણાઈ રહ્યાં હતાં. અર્શદીપે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પહેલી જ બોલમાં ઝીરોમાં આઉટ કરી દીધો છે. અર્શદીપે બીજી મોટી વિકેટ લેતા મોહમ્મદ રિઝવાનને 4 રને આઉટ કર્યો હતો. તો મોહમ્મદ શમીએ સેટ બેટર ઇફ્તિખારને 51 રને પવેલિયન ભેગો કર્યો. હાર્દિકે શાદાબ ખાનને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી હતી. શાદાબ 6 બોલમાં 5 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. પાકિસ્તાનની ઇનિંગની શાન મસૂદને બે વખત જીવતદાન મળ્યું છે. પહેલા 6.3 ઓવરે હાર્દિકે રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મસૂદ બચી ગયો હતો. તે સાવ થોડાક માટે રહી ગયો હતો. તો આના પછીની ઓવરમાં થર્ડમેન ઉપર અશ્વિને તેનો કેચ છોડીને તેને બીજું જીવતદાન આપ્યું હતું. 

મેલબોર્નમાં મહામુકાબલા પહેલાં મક્કમ થયું ભારતનું મનોબળ. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારત આજે પોતાનો પહેલો મુકાબલો પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાન સામેના મહામુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સામેને કોઈપણ મેચ હંમેશા અન્ય મેચ કરતા વધારે અગત્યની બની જાય છે. ત્યારે આ મેચમાં અશ્વિન અને શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હર્ષલ પટેલ અને ચહલને બહાર બેસવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, પાકિસ્તાન ઓસ્ટ્રલિયામાં અત્યાર સુધી એક પણ ટી-20 મેચ જીતી શક્યું નથી. એ જોતા આ મેચમાં ભારતનું પલળું ભારે લાગી રહ્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. એની પાછળ પણ ખાસ કારણ છે. ભારત ડેથ ઓવરમાં વધારે રન આપતું હોવાથી રોહિત શર્માએ પહેલાં જ પોતાના બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એથી સ્પષ્ટ મેસેજ છેકે, ગમે તેટલો સ્કોર થાય આ મેચ જીતાડવાની મોટાભાગની જવાબદારી બેટિંગ યુનિટની રહેશે. આ સાથે જ ફિલ્ડિંગમાં પણ ટીમે ખુબ કામ કર્યું છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ભારતીય ટીમને વર્લ્ડ કપના પ્રારંભમાં શુભેચ્છાઓ પાઠવી છે.

 

— Ravindrasinh jadeja (@imjadeja) October 23, 2022

 

મેચ દરમિયાન નહીં નડે વરસાદનું વિઘ્નઃ
લગભગ 1 લાખ દર્શકો સ્ટેડિયમમાં તેનો આનંદ માણશે અને લગભગ 300 મિલિયન લોકો ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેનો આનંદ માણશે. હવામાન મોરચે પણ રાહતના સમાચાર છે. ગઈકાલ સુધી મેચ દરમિયાન વરસાદની સંભાવના 90% હતી. હવે તેની સંભાવના ઘટીને 15% થઈ ગઈ છે. આજ સવારના હવામાન અપડેટ મુજબ, મેલબોર્નમાં વાતાવરણ વાદળછાયું હતું, પરંતુ હવે તે વાદળો વિખેરાઈ ગયા છે. વરસાદની સંભાવના પણ હવે ઓછી થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાની પ્લેંઇગ-11:
​રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાનની પ્લેંઇગ-11:
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, હૈદર અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news