IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં રમનાર સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાથી થોડા જ રન દૂર હતો.

IPL 2023 માં સૂર્યકુમાર યાદવની મોટી સિદ્ધિ, તુટતા-તુટતા રહી ગયો સચીનનો મોટો રેકોર્ડ!

Suryakumar Yadav Record: IPL 2023માં બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે જીત નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ IPL 2023ની ફાઇનલમાં 28મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચમાં મુંબઈના સૂર્યકુમાર યાદવે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી હતી. તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાથી થોડા જ રન દૂર હતો.

ભારતના મિસ્ટર 360 તરીકે જાણીતા બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ગઈ કાલે યોજાયેલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર સૂર્યા બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે વર્તમાન સિઝનમાં 605 રન બનાવ્યા છે. જો તેણે વધુ 14 રન બનાવ્યા હોત તો તેણે સચિન તેંડુલકરના મુંબઈ માટે એક જ સિઝનમાં 618 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હોત. સચિન તેંડુલકરે 2010માં આ કારનામું કર્યું હતું.

સૂર્યકુમાર યાદવે ગુજરાત સામે 61 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની સાથે તેણે IPL 2023માં પોતાના 600 રન પણ પૂરા કર્યા. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ ઈતિહાસમાં એક સિઝનમાં 600 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. સચિને 618 જ્યારે સૂર્યાના 605 રન છે. આ પછી સચિનનું નામ ફરી ત્રીજા નંબર પર આવે છે. તેણે 2011માં 553 રન બનાવ્યા હતા. આ પછી 2015માં લેન્ડલ સિમન્સ ચોથા નંબર પર જેણે 540 રન બનાવ્યા હતા જ્યારે પાંચમા નંબર પર રોહિત શર્મા 538 રન સાથે છે.

આ મેચમાં શુભમન ગિલે ખૂબ જ ખતરનાક બેટિંગ કરતા સિઝનની અને આઈપીએલ કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તેણે માત્ર 60 બોલમાં 129 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 10 છગ્ગા નીકળ્યા હતા. આ સદી સાથે તે હવે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 16 મેચોમાં 60.79ની અત્યંત ખતરનાક એવરેજ અને 156.43ની સ્ટ્રાઈક રેટથી 851 રન બનાવ્યા છે. તેની શાનદાર સદીની ઇનિંગ્સના આધારે જ ગુજરાત મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news