રૈનાએ કર્યો મોટો ખુલાસો! ધોની ક્યારે લેશે નિવૃત્તિ, કોણ હશે CSKનો આગામી કેપ્ટન?

ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ પર એક મોટો ખુલાસો કર્યો છે. 

રૈનાએ કર્યો મોટો ખુલાસો! ધોની ક્યારે લેશે નિવૃત્તિ, કોણ હશે CSKનો આગામી કેપ્ટન?

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. પરંતુ તેની લોકપ્રિયતા નિવૃત્તિ બાદ પણ ઘટી નથી. ધોની સતત આઈપીએલ રમી રહ્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આઈપીએલ 2023 બાદ તે નિવૃત્તિની જાહેરાત કરી દેશે. પરંતુ ધોનીની નિવૃત્તિ પર તેના ખાસ મિત્ર અને સીએસકેના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ એક મોટું નિવેદન આપ્યું છે. 

ધોનીની નિવૃત્તિ પર મોટો ખુલાસો
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સાથે ચાર વખત આઈપીએલ વિજેતા સુરેશ રૈનાએ ખુલાસો કર્યો કે ધોનીએ તેને કહ્યું કે તે ટ્રોફી જીત્યા બાદ વધુ એક વર્ષ રમવા માંગે છે. રૈનાએ કહ્યું કે તે કહી રહ્યો છે કે હું ટ્રોફી જીતીશ અને વધુ એક વર્ષ રમીશ. હવે અને ઘણા લોકો જોઈ શકે છે કે મેચ પછી હંમેશા ધોનીનો માસ્ટરક્લાસ હોય છે. રૈનાએ કહ્યું કે તમે જોઈ શકો છો કે ઘણા ખેલાડીઓ તેની પાસેથી ઘણું શીખી રહ્યા છે. પરંતુ તે તેનો નિર્ણય છે કે તે કેવી રીતે અનુભવે છે, તેનું શરીર કેવી રીતે કાર્ય કરે છે તેના આધારે તે (તેના ભવિષ્ય વિશે) નક્કી કરશે. મેં તેની સાથે વિતાવેલા સમયના આધારે, મને લાગે છે કે તેણે વધુ એક વર્ષ રમવું જોઈએ.

રૈનાએ કોને પસંદ કર્યો આગામી કેપ્ટન
ધોનીના ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે, તે પૂછવા પર રૈનાએ ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈના ભવિષ્યના કેપ્ટનના રૂપમાં પસંદ કર્યો છે. તેણે કહ્યું કે, તે આ વર્ષે એક ખેલાડીના રૂપમાં મોટા સુધાર કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news