એશિયા કપ પર સ્પોટ ફિક્સિંગનો ખતરો, અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરને મળી ઓફર

અફઘાનિસ્તાની ટીમ એશિયા કપમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. તેમણે ટૂર્નામેન્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યા છે.

એશિયા કપ પર સ્પોટ ફિક્સિંગનો ખતરો, અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરને મળી ઓફર

દુબઇ: યુએઇમાં ચાલી રહેલા એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરને સ્પોર્ટ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ ક્રિકેટરે જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે બુકી દ્વારા તેનો સંપર્ક કરવામાં આવાત તેની જાણકારી તરત જ ટીમ મેનેજમેન્ટની આપી દીધી હતી. હવે આઇસીસી આ મામલે તપાસ કરી રહી છે. 

મોહમ્મદ શહજાદને કર્યો સંપર્ક 
બુકી અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેસ્ટમેન મોહમ્મદ શહજાદનો સંપર્ક કર્યો હતો, તેમની 5 તારીખથી શરૂ થનારી અફધાન પ્રિમિયર લીંગ માટે ખરાબ પ્રદર્શન કરવાનું કહેવમાં આવ્યું હતું. પરંતુ શહજાદે આ વાતની સૂચના તરત જ ટીમ મેનેજમેન્ટને કરી દીધી હતી. ટીમ મેનેજમેન્ટ દ્વારા આઇસીસી અને એસીયુને સુચના આપી દેવામાં આવી છે,

મૈક્કુલમ, ગેલ અને આફ્રીદીની ટીમમાં છે શહજાદ
30 વર્ષના શહેજાદને પાખિત્યા ફ્રેચાઇજીએ ખરીદ્યા છે. આ ટીમમાં ન્યૂઝીલેન્ડમાં બ્રેંડન મેક્કુલમ, પાકિસ્તાની શાહિદ આફ્રિદી અને વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ છે. વેબસાઇટે આઇસીસી અધિકારીઓના હવાલા પરથી લખ્યું કે, એશિયા કપ દરમિયાન તેની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની ટી20 લીંગ માટે તેનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ મામલો શનિવારે આઇસીસી તપાસ ચલાવી રહી છે. 

પાંચ કેપ્ટનો સાથે કરવામાં આવ્યો સંપર્ક: ICC
આઇસીસીના એસીયુના પ્રમુખ એલેક્સ માર્શલને કહ્યુ કે એક વર્ષમાં પાંચ આંતરાષ્ટ્રીય ટીમોંના કેપ્ટનનો સાથે ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદને શ્રીલંકા સીરીઝ દરમિયાન આ વાતને સામે લાવ્યા હતા. અને આવું કરનાર તે પ્રથમ કેપ્ટન છે. માર્શલે કહ્યું કે, 12 મહિનાઓમાં 32 તપાસ ચાલી રહી છે. જેમાંથી 8 ખેલાડીઓ શકના દાયરામાં છે. જેમાંથી ત્રણના વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરી લેવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news