શું આજે વરસાદમાં ધોવાઈ જશે ભારતની સેમીફાઈનલ? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Semi Final IND vs NZ: આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપના સેમીફાઈનલ મુકાબલામાં કાટાંની ટક્કર થશે. આ મેચ જોવા માટે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હશે. પણ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન એ પણ જાણો...
Trending Photos
-
-
IND vs NZ World Cup 2023 Semi Final: વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મુકાબલો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ. બપોરે બે વાગ્યાથી શરૂ થશે આ શાનદાર મુકાબલો. ઉલ્લેખનીય છેકે, ટીમ ઈંડિયાને વર્ષ 2019ના વિશ્વ કપની સેમીફાઈનલમાં 18 રનેથી હાર મળી હતી. ખાસ વાત તો એ છે કે, જે ટીમ સામે ભારતીય ટીમને હાર મળી તો, તે જ ટીમ 4 વર્ષ બાદ ભારત સામે સેમીફાઈનલ મુકાબલામાં આવી છે. આવા સમયે ભારતીય ટીમ પાસે ન્યૂઝીલેન્ડ સામે બદલો લેવાનો મોકો છે. વર્ષ 2019ની સેમીફાઈનલમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડર એકદમ ફ્લોપ રહ્યા હતા. પણ આ વર્ષે ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈંડિયા આ વર્લ્ડ કપમાં ફરી એક વાર ટકરાશે. જ્યાં ભારતે તેને 4 વિકેટથી હરાવ્યું હતું.
સેમીફાઈનલમાં રોહિત શર્મા સારું પર્ફોમન્સ કરે તેવી આશા છે. કારણકે, આ મેચ રોહિતના હોમગ્રાઉન્ડ મુંબઈના વાનખેડેમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીની ટૂર્નામેન્ટમાં ટીમે 9માંથી 9 મેચ જીતી છે. હવે સેમીફાઈનલમાં જીત નોંધાવીને ટીમ ઈંડિયા ફાઈનલમાં પોતાની જગ્યા ફિક્સ કરવા ઉતરશે. મેચ પહેલા આવો જાણીએ કેવું રહેશે મુંબઈનું હવામાન.
મેચ દરમિયાન મુંબઈમાં કેવું રહેશે હવામાન?
વેધર રિપોર્ટ અનુસાર, બુધવારે મુંબઈમાં તડકો રહેશે. ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો વળી મેચ દરમ્યાન વરસાદની કોઈ આશંકા નથી. વરસાદની સંભાવના ફક્ત 1 ટકા છે. ત્યારે આવા સમયે ફેન્સને પુરી 100 ઓવરની મેચ જોવા મળશે. જો કે, જો મેચ દરમ્યાન વરસાદ થાય છે, પણ તો ફેન્સે ગભરાવાની જરુર નથી. કેમ કે આઈસીસીએ એક દિવસ રિઝર્વમાં રાખ્યો છે.
સેમીફાઈનલ માટે બંને ટીમની સંભવિત XI:
ભારતની સંભવિત ટીમ:
રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડની સંભવિત ટીમ:
રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કપ્તાન), ડેરિલ મિચેલ, ટોમ લૈથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેંટનર, ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યૂસન અને ટિમ સાઉદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે