ટીમનું આગમન! અમદાવાદમાં ક્યાં રોકાયા છે કોહલી, રોહિત અને શુભમન સહિતના ખેલાડીઓ
World Cup 2023: દરેકને એ વાતાં રસ હોય છેકે, તેમના ફેવરિટ ખેલાડીઓ ક્યાં રોકાયા છે. જો મોકો મળે તો એમની સાથે મળીને ફોટો પડાવી શકાય, એમનો ઓટોગ્રાફ લઈ શકાય. તો જાણો અમદાવાદમાં આગમન બાદ ક્યાં રોકાઈ છે ટીમ ઈન્ડિયા...
Trending Photos
World Cup 2023 INDvsPAK MATCH: ભારતની આન..બાન...અને શાન ગણાતી ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત. વર્લ્ડ કપમાં પોતાના સફરને આગળ વધારવા અને પાકિસ્તાનને ફરી એકવાર પરાસ્ત કરવાના મક્કમ ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા અમદાવાદની ધરતી પર ઉતરી ચુકી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની આ ત્રીજી મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. 14 ઓક્ટોબરે આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.
ઉલ્લેખનીય છેકે, પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. 11 વર્ષ બાદ અમદાવાદ માં રમાશે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર વર્લ્ડ કપ નો આઠમો મુકાબલો અમદાવાદ. આ પહેલાં અલગ અલગ વર્લ્ડ કપના મુકાબલાઓમાં સળંગ 7 વાર પાકિસ્તાને પરાસ્ત કરી ચુક્યું છે ભારત. આ વખતે સળંગ આઠમીવાર પાકિસ્તાનને હરાવવાના ઈરાદા સાથે અમદાવાદની ધરતી પર ઉતરી છે ટીમ ઈન્ડિયા.
મેચના કાર્યક્રમ અંગે અપડેટઃ
૧૪ ઓક્ટોબર શનિવાર ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ
મેચ અગાઉ બંને ટીમ કરશે નેટ પ્રેક્ટીસ
આજે સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી પાકિસ્તાનની ટીમ કરશે નેટ પ્રેક્ટીસ
આવતીકાલે બપોરે બે થી પાંચ ટીમ ઇન્ડિયા કરશે પ્રેક્ટીસ
આવતીકાલે સાંજે ૬ થી ૯ ફરી વાર પાક ટીમ કરશે પ્રેક્ટી
અમદાવાદમાં ક્યાં રોકાઈ છે ટીમ ઈન્ડિયા?
કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ભવ્ય હોટલમાં રોકાશે. ITC નર્મદા ખાતે રોકાશે ટીમ ઈન્ડિયા. બપોરે 4 વાગ્યે એરપોર્ટથી હોટેલ પહોંચશે ટીમ ઈન્ડિયા. ત્યાર બાદ આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે ટીમ. સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે ટીમ ઈન્ડિયા પહોંચી અમદાવાદ. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે આ હોટેલમાં ભવ્યાંતિભવ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ભારત પહેલાં જ અમદાવાદ આવી પહોંચી હતી પાકિસ્તાનની ટીમઃ
આ મેચ માટે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ 11 ઓક્ટોબરને બુધવારના રોજ અમદાવાદ પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાત પોલીસે સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્તનું આયોજન કરી દીધું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ટીમ બુઘવારે અમદાવાદ આવી પહોંચી છે. આશ્રમ રોટ પર આવેલી એક હોટલમાં રોકાણ અપાયું છે.
11 વર્ષ પછી પાકિસ્તાનની ટીમ આવી ગુજરાતમાં!
7 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી છે. તેવી રીતે પાકિસ્તાનની ટીમ 11 વર્ષ પછી ગુજરાતમાં રમવા આવી છે. પાકિસ્તાનને છેલ્લે 28 ડિસેમ્બર 2012ના રોજ ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં મેચ રમી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મોટેરા સ્ટેડિયમની નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. હવે પાકિસ્તાને વર્લ્ડ કપની પ્રથમ બે મેચ હૈદરાબાદમાં રમી હતી. પાકિસ્તાનની ટીમ બુધવારે બપોરે અમદાવાદ જવા રવાના થઈ હતી. ભારત-પાકિસ્તાન મેચમાં સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાયેલું રહેશે. વર્તમાન વર્લ્ડ કપની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યાં દર્શકોની હાજરી નહિવત હતી. આ અંગે સોશિયલ મીડિયા પર ભારતીય બોર્ડની ઘણી ટીકા થઈ હતી.
દેશની દિગ્ગજ હસ્તીઓ રહેશે મેચમાં હાજર-
અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. ત્યારે આ રોમાંચને ડબલ કરવા અમદાવાદમાં આવી રહ્યી દેશની સૌથી ફેમસ હસ્તીઓ. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત અને ગોડ ઓફ ક્રિકેટના નામે ઓળખતા મહાન સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ આ મેચ જોવા અમદાવાદની મહેમાન બનશે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. અમિત શાહ 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.
ભારત અને પાકિસ્તાન 7 વખત વર્લ્ડ કપમાં આવી ચૂક્યા છે આમનેસામને!
ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે. પાકિસ્તાનની ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવી શકી નથી. T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ઘણા વર્ષો સુધી અજેય રહી, પરંતુ 2021માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો અજેય સિલસિલો તૂટી ગયો. જો કે, ભારતે 2022ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પાસેથી તે હારનો બદલો લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે