Ind vs NZ ODI:ટીમ ઈન્ડિયા 219 રનમાં ઓલઆઉટ, વોશિંગ્ટન સુંદરની લડાયક અર્ધ સદી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ રહી છે. કિવી ટીમે સતત ત્રીજી મેચમાં ટૉસ જીત્યો હતો, અને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 

Ind vs NZ ODI:ટીમ ઈન્ડિયા 219 રનમાં ઓલઆઉટ, વોશિંગ્ટન સુંદરની લડાયક અર્ધ સદી

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝલેન્ડ આ બન્ને ટીમો વચ્ચે હંમેશાથી મેચ લડાયક રહેતી હોય છે. ગ્રાઉન્ડ કોઈપણ હોય પણ ગેમ સ્પિરિટ બન્ને ટીમોમાં દેખાતી હોય છે. ત્યારે ભારત અને ન્યૂઝલેન્ડ વચ્ચેની વન-ડે સિરિઝની અંતિમ મેચમાં ભારત લડતા-પડતાં ફાઈટિંગ ટોટલ સુધી પહોંચ્યું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ રહી છે. કિવી ટીમે સતત ત્રીજી મેચમાં ટૉસ જીત્યો હતો, અને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 

જોકે ટીમ ઈન્ડિયાને 9મી ઓવરમાં પહેલો ફટકો પડ્યો હતો. શુભમન ગિલ 22 બોલમાં 13 રન બનાવીને એડમ મિલ્નેની બોલિંગમાં આઉટ થયો હતો. તો કેપ્ટન શિખર ધવન પણ સસ્તામાં આઉટ થયા હતા. મિલ્નેએ બીજી વિકેટ ઝડપતા ધવન 45 બોલમાં 28 રન કરીને આઉટ થયા હતા. રિષભ પંત ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. અને તેઓ 10 રન બનાવીને આઉટ થયા હતા.

એડમ મિલ્ને ફરી સૂર્યાને પોતાનો શિકાર બનાવ્યો. સૂર્યા 10 બોલમાં 6 રન બનાવીને આઉટ થયા હતા. તો શ્રેયસ અય્યરે થોડી લડત આપતા 49 રન બનાવ્યા હતા. દીપક હુડા પણ 12 રને સાઉધીની બોલિંગમાં આઉટ થયા હતા. ચેરિલ મિચેલે બીજી વિકેટ લેતા દીપક ચહરને 12 રને આઉટ કર્યો હતો. એક તરફથી વિકેટ પડતી જતી હતી, ત્યારે ફરી એકવાર શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળીને લડાયક 49 રન બનાવ્યાં હતાં.

રિષભ પંત ફરી ફ્લોપ થયા છે. તેઓ 16 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ ફિલિપ્સના હાથે ડીપ સ્ક્વેર લેગ પર ડેરિલ મિચેલના હાથે કેચ આઉટ થયો હતો. પંતનું આવુ જ ફોર્મ ચાલતું રહ્યું તો તેમને વાઇટ બોલ (T20 ઈન્ટરનેશનલ અન ODI)માંથી પડતા મુકી શકાય છે. કેપ્ટન શિખર ધવન સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે કિવી ટીમે માઇકલ બ્રેસવેલની જગ્યાએ ફરી એડમ મિલ્નેને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11:
ન્યૂઝીલેન્ડ:

ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિચેલ, ટૉમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉધી અને લોકી ફર્ગ્યુસન.

ભારત:
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news