IPLમાં આજે મળશે પ્રથમ ફાઈનલિસ્ટ, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જામશે જંગ

IPLમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે

IPLમાં આજે મળશે પ્રથમ ફાઈનલિસ્ટ, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જામશે જંગ

નવી દિલ્લીઃ IPLમાં ગ્રુપ સ્ટેજના તમામ 70 મેચ પૂર્ણ થયા છે. પ્લેઓફની ચારેય ટીમ નક્કી થઈ છે. જેમાં IPLની નવી ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને છે.. જ્યારે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ બીજા નંબર પર પ્લે ઓફમાં ક્વોલિફાય કર્યુ છે
આજે ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે ક્વોલિફાયરની પ્રથમ મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં જીતનારી ટીમ સીધા ફાઈનલમાં પહોંચશે. જ્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે

આજે બીજી વખત મુકાબલો થવા જઈ રહ્યો છે. પહેલાની મેચમાં ગુજરાત ટાઈટન્સે 37 રનથી જીત મેળવી હતી. ક્વાલિફાયર-1માં હારનારી ટીમને ફાઈનલ માટે ક્વાલિફાયર-2ની મેચ રમવી પડશે. આ મેચ એલિમિનેટરની મેચ રમનારી ટીમ સાથે થશે.. એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયંટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વચ્ચે 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે

રાજસ્થાનને બીજી વખત વિજેતા બનવાની તક-
ટોપ-2માં રહેવાના કારણે રાજસ્થાનની ટીમને બે તક મળશે. ત્યારે હવે રાજસ્થાન રોયલ્સની ટીમ બીજી વખત વિજેતા બનવાની તક મળશે. આ પહેલા રાજસ્થાનની ટીમે IPLના પ્રથમ સીઝનમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો. IPLની 2008માં શરૂઆત થઈ હતી. IPLના પ્રથમ સીઝનના ફાઈનલમાં રાજસ્થાન ટીમે ચેન્નઈને હરાવી જીત મેળવી હતી. 

આ વખતે IPLને મળી શકે છે નવુ ચેમ્પિયન-
જો રાજસ્થાનની ટીમ પ્લે ઓફથી બહાર થાય તો, આ વખત IPLને નવુ ચેમ્પિયન મળે તે નક્કી છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત અને લખનઉની નવી ટીમ છે. આ સીઝનમાં બન્ની ટીમ નવી છે. જ્યારે વિરાટ કોહલીની RCBએ હજુ સુધી એક પણ કપ જીત્યો નથી. 

રાજસ્થાન રોયલ્સ સ્કવોર્ડ-
બેટ્સમેન-વિકેટ કીપર- સંજૂ સૈમસન(કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જ્યસ્વાલ, શિમરોન હેટમેયર, દેવદત્ત પડિક્કલ, કરુણ નાયક, ધ્રુવ જુરેલ, આર.વેનડેર ડુસેન
ઓલરાઉન્ડર- રવિચંદ્રન અશ્વિન, રિયાન પરાગ, અનુનયસિંહ, શુભમ ગઢવાલ. જીમી નિશામ
બોલર- ટ્રેંટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજેવેન્દ્ર ચહલ, કે.સી.કરિયપ્પા, નવદીપ સૈની, ઓબૈદ મૈકકોય, કુલદીપ સેન, તેજસ બરોકા, કુલદીપ યાદવ, નાથન કૂલ્ટર-નાઈલ, ડેરિલ મિચેલ

ગુજરાત ટાઈટન્સ સ્કવોર્ડ-
બેટ્સમેન-વિકેટ કીપર- શુભમન ગિલ, રહમાનુલ્લાહ ગુરબાજ, અભિનવ સદરંગાની, ડેવિડ મિલર, ઋદ્ધિમાન માહા, મેથ્યૂ વેડ
ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા(કેપ્ટન), રાશિદ ખાન, રાહુલ તેવતિયા. ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકંડે, ગુરકીરત સિંહ માન, સાઈ સુદર્શન,
બોલર- મોહમ્મદર શમી, લોકી ફર્ગ્યૂસન, નૂર અહેમદ, આર સાઈ કિશોર, યશ દયાલ, અલ્જારી જોસેફ, પ્રદીપ, સાંગવાન, વરુણ આરોન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news