World Cup 2023 IND vs NZ: આજે વર્લ્ડકપનો સૌથી રોમાંચક મુકાબલો, જાણો ભારત-ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11

India vs New Zealand: આજે હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, બપોરે 2 વાગ્યે બંને ટીમ ટકરાશે...ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ 4-4 મેચ જીત્યુ છે.

World Cup 2023 IND vs NZ: આજે વર્લ્ડકપનો સૌથી રોમાંચક મુકાબલો, જાણો ભારત-ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11

India vs New Zealand: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં થશે કાટાંની ટક્કર. વર્લ્ડ કપમાં વિજય રથ પર સવાર છે બન્ને ટીમો. અત્યાર સુધીમાં બન્ને ટીમો 4-4 મેચો રમી છે અને બન્ને ટીમો એક પણ મેચ હારી નથી. જેને કારણે પોઈન્ટ ટેબલ પર બન્ને ટીમો પાસે અત્યાર સુધી 8-8 પોઈન્ટ છે. જો પણ ટીમ આજની મેચ જીતશે એ ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે આ સાથે એ ટીમો સેમીફાઈનલની નજીક પહોંચી જશે. એ લિહાઝથી આજનો મુકાબલો આ વર્લ્ડ કપ માટે ખુબ જ ખાસ છે. બન્ને ટીમો પાસે શાનદાર ખેલાડીઓની આખી ફૌજ છે. જાણો ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ આજે કયા કયા ખેલાડીઓ સાથે મેદાન-એ-જંગમાં ઉતરશે. ભારતીય ટીમ આજે (22 ઓક્ટોબર) ODI વર્લ્ડ કપ 2023માં તેની પાંચમી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે. 
 

— BCCI (@BCCI) October 21, 2023

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ODIમાં હેડ-ટુ-હેડ:
કુલ ODI મેચઃ 116
ભારત જીત્યું: 58
ન્યૂઝીલેન્ડ જીત્યું: 50
અનિર્ણિત: 7
ટાઇ: 1

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ-ટુ-હેડ:
કુલ ODI મેચ: 8
ભારત જીત્યું: 3
ન્યૂઝીલેન્ડ જીત્યું: 5

ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ કોણ રમશે?
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ આ મેચ નહીં રમે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને પ્લેઈંગ-11માં તક મળી શકે છે.

એવા સમાચાર આવ્યા છે કે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઈશાન કિશનને મધમાખીએ ડંખ માર્યો છે. આ બંને સમાચારોએ ભારતીય ટીમને બેવડો ઝટકો આપ્યો છે. જો સૂર્ય કુમાર અને ઈશાન કિશન પણ આજની મેચ માટે ફિટ નહીં હોય તો રોહિત શર્માનો માથાનો દુખાવો વધી જશે, કારણ કે 15 સભ્યોની ટીમમાં કોઈ બેટ્સમેન જ નહીં બચે, જે પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યકુમાર અથવા ઈશાન કિશનમાંથી જે વધુ ફીટ હશે, તેને આ મેચમાં સ્થાન મળી શકે છે. જો બંને રમી શકશે નહીં તો સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવશે. 

વર્લ્ડ કપ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ-11:
ભારતની પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન/સૂર્યકુમાર યાદવ/આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11:
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (કેપ્ટન, વિકેટકીપર), ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news