King Kohli એ તોડ્યો ક્રિક્રેટના ભગવાનનો વર્લ્ડ રેકોર્ડ! ODIમાં સૌથી ઓછી ઈનિંગમાં પુરા કર્યા 13000 રન

Virat Kohli: વિરાટ કોહલીએ આજે ક્રિકેટની દુનિયામાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરીને પોતાના નામે વિશ્વ વિક્રમ કરી દીધો છે. વિરાટે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

King Kohli એ તોડ્યો ક્રિક્રેટના ભગવાનનો વર્લ્ડ રેકોર્ડ! ODIમાં સૌથી ઓછી ઈનિંગમાં પુરા કર્યા 13000 રન

Virat Kohli's World Record: એશિયા કપના સુપર-4 મુકાબલામાં ભારતે 50 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 356 રન કરી જીત માટે પાકિસ્તાનને 357નો ટાર્ગેટ આપ્યો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં માત્ર 94 બોલમાં 3 સિક્સર અને 9 ફોરની મદદથી વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન ફટકારીને નોટઆઉટ રહ્યો હતો. આ સાથે જ આ મહત્ત્વપૂર્ણ મુકાબલામાં વિરાટ કોહલીએ વિશ્વ વિક્રમ બનાવી ક્રિકેટની દુનિયામાં કોહલી જ કિંગ છે એવું ફરી એકવાર સાબિત કર્યું.

 

— BCCI (@BCCI) September 11, 2023

 

પાકિસ્તાન સામેના આ મુકાબલામાં વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13000 રન પુરા કરવાનો સચિન તેંડુલકરનો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો હતો. સચિન તેંડુલકરે આ કુલ 321 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આમ પાકિસ્તાન સામેની પ્રેશર મેચમાં વિરાટ કોહલી સદી ફટકારીને પોતાના 13000 રન પુરા કરીને ક્રિકેટની દુનિયામાં એક નવો ઈતિહાસ રચી દીધો છે.

 

He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn

— BCCI (@BCCI) September 11, 2023

 

સચિનનો બીજો એક રેકોર્ડ પણ તૂટવાને આરેઃ
આ ઉપરાંત વિરાટ કોહલીએ આજે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 47મી સદી ફટકારી હતી. ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની 49 વન ડે સદીના રેકોર્ડથી હવે વિરાટ માત્ર બે સદી જ દૂર છે. ઉલ્લેખનીય છેકે, એશિયા કપના સુપર-4 મુકાબલામાં ભારતે 50 ઓવરમાં 356 રન બનાવ્યા બે વિકેટ ગુમાવીને. પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 56 રન, શુભમન ગીલે 58 રન, જ્યારે વિરાટ કોહલીએ 122 રન અને કે.એલ.રાહુલે 111 રન બનાવ્યાં. જ્યારે આ મેચમાં  9 રન એકસ્ટ્રા હતા. 

વન ડે ક્રિકેટમાં કોણે કેટલી ઈનિંગમા 13000 રન પુરા કર્યા?
ખેલાડી                  ટીમ                ઈનિંગ
વિરાટ કોહલી        ભારત                267
સચિન તેંડુલકર      ભારત                321
રિક્કી પોન્ટીંગ       ઓસ્ટ્રેલિયા         341
કુમાર સંગાકારા     શ્રીલંકા               363
સનથ જયસૂર્યા     શ્રીલંકા                416

 

— Jay Shah (@JayShah) September 11, 2023

 

વિરાટે વર્ષ 2008માં કર્યું હતુ ડેબ્યુઃ
વિરાટ કોહલી માટે વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યાના વર્ષ 2008 પછીના દરેક વર્ષમાં એણે સદી નોંધાવી છે અને એકંદરે સારો દેખાવ કર્યો છે. પરંતુ વર્ષ 2020 અને 2021 વિરાટ કોહલીની કરિયરના સૌથી ખરાબ વર્ષ રહ્યા છે. જાણે કે આ સમયગાળા દરમિયાન વિરાટનું બેટ શાંત થઇ ગયું હતું. આ બે વર્ષ દરમિયાન વિરાટે એક પણ સદી નોંધાવી ન હતી.

2008થી અત્યાર સુધીનો વનડેમાં કિંગ કોહલીનો વિરાટ રેકોર્ડઃ
વર્ષ    ઇનિંગ્સ    રન    બોલ    સરેરાશ    સ્ટ્રાઇક રેટ    હાઇએસ્ટ    50    100    4s    6s
2008    5    159    239    31.8    66.5    54    1    0    21    1
2009    8    325    385    54.2    84.4    107    2    1    36    3
2010    23    995    1,169    47.4    85.1    118    7    3    90    4
2011    34    1,381    1,614    47.6    85.6    117    8    4    127    7
2012    17    1,026    1,094    68.4    93.8    183    3    5    92    7
2013    30    1,268    1,300    52.8    97.5    115    7    4    138    20
2014    20    1,054    1,058    58.6    99.6    139    5    4    94    20
2015    20    623    773    36.6    80.6    138    1    2    44    8
2016    10    739    739    92.4    100    154    4    3    62    8
2017    26    1,460    1,473    76.8    99.1    131    7    6    136    22
2018    14    1,202    1,172    133.6    102.6    160    3    6    123    13
2019    25    1,377    1,429    59.9    96.4    123    7    5    133    8
2020    9    431    467    47.9    92.3    89    5    0    35    5
2021    3    129    149    43    86.6    66    2    0    10    1
2022    11    302    347    27.5    87    113    2    1    32    2
2023નો રેકોર્ડ ઉપર જણાવ્યો છે.

વિરાટ કોહલી માટે 2021 સૌથી ખરાબ:
વર્ષ 2020 માં કુલ 431 રન કર્યા હતા. જ્યારે વર્ષ 2021 તો જાણે એકદમ ખરાબ રહ્યું હતું અને માંડ 129 રન જ કરી શક્યો હતો. આ વર્ષે સ્ટ્રાઇક રેટ પણ અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી ઓછો 86.6 ટકા જ રહ્યો હતો. આખા વર્ષ દરમિયાન માંડ એક સિક્સ ફટકારી હતી અને 10 ફોર લગાવી હતી.

વિરાટ કોહલી માટે 2017 રહ્યું બેસ્ટ:
વિરાટ કોહલી માટે વર્ષ 2017 સૌથી બેસ્ટ રહ્યું હતું. 26 ઇનિંગ્સમાં 99.1 સ્ટ્રાઇક રેટ સાથે 1460 રન કર્યા હતા. સાથોસાથ આ વર્ષમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 6 સદી ફટકારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટે સૌથી વધુ 22 સિક્સ લગાવી હતી. જ્યારે 136 ફોર મારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટનો હાઇએસ્ટ સ્કોર પણ 131 રન રહ્યો હતો અને 7 અર્ધ સદી પણ નોંધાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news