ઈજાગ્રસ્ત ખેલાડીઓ અંગે શાસ્ત્રીનો સવાલ - વર્લ્ડ કપનું શું થશે? ખેલાડીઓને જરૂર હોય તો IPLમાં આરામ આપો

20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમાહ ઇજાને લીધે રમવાનો નથી. તાજેતરમાં બુમરાહની ગેરહાજરીમાં ડેથ ઓવર્સમાં ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહે બહુ રન લૂંટાવ્યા હતા. ડેથ ઓવર્સની સમસ્યા ભારતને સતાવી રહી છે.

ઈજાગ્રસ્ત ખેલાડીઓ અંગે શાસ્ત્રીનો સવાલ - વર્લ્ડ કપનું શું થશે? ખેલાડીઓને જરૂર હોય તો IPLમાં આરામ આપો

નવી દિલ્લીઃ હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ માટે પહોંચી ચૂકી છે. પંદર વર્ષ પહેલાં વર્ષ 2007માં ટી-20 વર્લ્ડ કપની પહેલી સિઝન રમાઈ હતી. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ડ્રામા વાળી ફાઈનલમાં ધોનીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ અપાવ્યો હતો. આવખતે ફરી એકવાર ટીમ ઈન્ડિયા પાસે આ સોનેરી તક છે. જોકે, એક બાદ એક ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાને કારને વર્લ્ડ કપમાં બહાર થઈ જતા ચિંતામા વધારો થયો છે. એવામાં ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ અને ઈજાગ્રસ્ત ખેલાડીઓ અંગે સવાલ ઉઠાવ્યો છે.

ભારતીય ટીમ આગામી T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહોંચી ચુકી છે. 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની પહેલી મેચ રમશે. મેચ પહેલાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પાસે કેટલાક પડકારો છે જેને પાર કરવા પડશે. ભારત સામે સૌથી મોટો પડકાર ફાસ્ટ બોલિંગનો છે. આ ચિંતામાં વધારો કર્યો છે ઈજાગ્રસ્ત ખેલાડીઓની ઈજા તેમની બાદબાકીએ. ઈજાગ્રસ્ત ખેલાડીઓ અંગે રવિ શાસ્ત્રીએ સવાલ ઉઠાવી કહ્યું- આ અંગે જવાબ મળવો જોઈએ. બીસીસીઆઈ અધ્યક્ષે પણ આ મામલાને ગંભીરતાથી લઈને તેનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ એવું રવિ શાસ્ત્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છેકે, T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમાહ ઇજાને લીધે રમવાનો નથી. તાજેતરમાં બુમરાહની ગેરહાજરીમાં ડેથ ઓવર્સમાં ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહે બહુ રન લૂંટાવ્યા હતા. ડેથ ઓવર્સની સમસ્યા ભારતને સતાવી રહી છે.

કયા-કયા ખેલાડીઓ છે ઈજાગ્રસ્તઃ
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહના સ્થાને કયા ફાસ્ટ બોલરને સામેલ કરવામાં આવશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી BCCI દ્વારા આપવામાં આવી નથી. ભારતીય ટીમ સામે બીજો સૌથી મોટો પડકાર એ છે કે આ ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા સિવાય દિપક ચહર પણ T20 વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત થયો છે. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઈજાના કારણે ભારતીય ટીમમાંથી ઘણા ખેલાડીઓને બહાર રાખવા પર ચિંતા વ્યક્ત કરી છે.

કઈ વાતની રવિ શાસ્ત્રીને સતાવે છે ચિંતાઃ
રવિ શાસ્ત્રીએ કહ્યું કે મને આ વાત પસંદ નથી કે ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે મેચ ન રમી શકે. શાસ્ત્રીએ મુંબઈ પ્રેસ ક્લબમાં ‘મીટ-ધ-મીડિયા’ ઈવેન્ટમાં વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અયાઝ મેમણ સાથે વાતચીત કરતા કહ્યું, “તાજેતરમાં દિપક ચહર માત્ર થોડી જ મેચ રમ્યો છે અને તે ફરી ઈજાગ્રસ્ત છે. તે જ સમયે, બુમરાહ પણ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ પછી માત્ર 5 મેચ રમ્યો છે અને તે ઇજાગ્રસ્ત થયો હતો.” તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ખેલાડીઓને આરામ કરવાની પૂરી તક મળે તે મહત્વનું છે.

શાસ્ત્રીએ કહ્યું કે BCCI અધ્યક્ષ આ મામલે મોટી ભૂમિકા ભજવી શકે છે. ભવિષ્યમાં જો ટીમ ઈન્ડિયાના પ્લેયરને આઈપીએલમાં આરામ આપવાની જરૂર હોય તો તે ચોક્કસ કરવું જોઈએ. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ટીમ મેનેજમેન્ટે ચર્ચા કરવી જોઈએ કે કયા ખેલાડીઓને આરામ આપવો જોઈએ અને કયા ખેલાડીઓને મેચમાં સતત તક આપવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news