World Cup 2023 માં વરસાદ વિલન બનશે તો કઈ ટીમ જીતશે મેચ? નિયમ જાણી હલી જશે મગજ

ODI World Cup 2023: થઈ રહી છે ક્રિકેટના મહાકુંભની તૈયારીઓ. વન ડે વર્લ્ડ કપ માટે ભારત સજ્જ છે. યજમાન દેશ તરીકે ભારતે તમામ વ્યવસ્થા કરી લીધી છે. એવામાં જો કોઈ વિધ્ન વચ્ચે આવે તો શું નિયમો છે એ પણ જાણી લઈએ.

World Cup 2023 માં વરસાદ વિલન બનશે તો કઈ ટીમ જીતશે મેચ? નિયમ જાણી હલી જશે મગજ

ODI World Cup 2023: ભારત માટે ફરી એકવાર તક છે વિશ્વ વિજેતા બનવાની. ભારત માટે ફરી એકવાર તક છે દુનિયા ફતેહ કરવાની. ભારત માટે ફરી એકવાર તક છે ક્રિકેટ જગતનો સૌથી મોટો ખિતાબ પોતાના નામે કરવાની. જીહાં, આગામી 5 ઓક્ટોબરથી એક દિવસીય ક્રિકેટના વિશ્વ કપની શરૂઆત થઈ રહી છે. ભારત આ વિશ્વ કપમાં યજમાન છે. એટલેકે, ભારતમાં આ વિશ્વ કપ રમાઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 2011માં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી ભારતીય ટીમ આ ખિતાબ હાસિલ કરવા સંઘર્ષ કરતી દેખાઈ રહી છે. જોકે, આ વખતે મોકો છે. આવખતે ટીમ પણ એવી પરફેક્ટ છેકે, જે વર્લ્ડ કપ જીતી શકે છે. ત્યારે એક જ વસ્તુ છે જે ઘરઆંગણે રમાઈ રહેલાં વર્લ્ડ કપમાં ભારતને હરાવી શકે છે. શું છે એ બાબત જાણીએ. જોકે, એ પહેલાં જાણીએ કેવી છે વર્લ્ડ કપની રૂપ રેખા.

કેટલાં દિવસ ચાલશે વર્લ્ડ કપની ટુર્નામેન્ટ?
ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર 4 દિવસ બાકી છે. વર્લ્ડ કપ 2023 10 સ્થળો પર 46 દિવસ માટે આયોજિત કરવામાં આવશે, જેમાં કુલ 48 મેચો રમાશે. દરેક ટીમ ગ્રૂપ સ્ટેજમાં 9 મેચ રમશે, ત્યારબાદ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો રમાશે. 

આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે-
ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાશે. આ મેચમાં સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો હાજર રહેશે.

વર્લ્ડ કપની મેચનો ટાઈમિંગ-
ODI વર્લ્ડ કપ 2023ની મેચો સવારે 10.30 વાગ્યાથી રમાશે. જ્યારે ડે/નાઈટ મેચો બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

વન-ડે ક્રિકેટ એટલેકે, 50 ઓવરની આ એક દિવસીય ક્રિકેટ વર્લ્ડ કપની ગેમમાં આ વખતે નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા ઘણાં બધા નિયમોમાં બદલાવ કરાયો છે. એમાંય ઘરમાં ગમે ત્યારે વરસાદ વિધ્ન બની શકે છે. જો વર્લ્ડ કપમાં વરસાદ વિલન બનશે તો કઈ ટીમ જીતશે એ એક મોટો સવાલ છે. આવી સ્થિતિમાં શું નિર્ણય લઈ શકાય છે તેના માટે આઈસીસીએ સ્પેશિયલ ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. ઉલ્લેખનીય છેકે, ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. આવો અમે તમને જણાવીએ કે જો આ ટૂર્નામેન્ટ દરમિયાન વરસાદના કારણે મેચમાં વિક્ષેપ આવે તો શું થશે.

વર્લ્ડ કપમાં વરસાદ વિલન બને તો શું છે નિયમ?
ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગ્રુપ સ્ટેજની મેચો માટે અનામત દિવસ રાખ્યો નથી. આવી સ્થિતિમાં જો વરસાદના કારણે ગ્રુપ સ્ટેજમાં કોઈ મેચ રમાય નહીં તો બંને ટીમો વચ્ચે પોઈન્ટની વહેંચણી થઈ જશે. જ્યારે, પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી બીજા દિવસે કોલકાતામાં રમાશે. આ બંને સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. આ મેચ માટે 20 નવેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમામ નોક-આઉટ મેચો ડે-નાઈટ મેચ હશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news