મેરી કોમ સાથે બોક્સિંગ કરતા જોવા મળ્યા ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ

મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પહેલા ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ મેરીકોમની સાથે બોક્સિંગ કરતા જોવા મળ્યા હતા. 

 મેરી કોમ સાથે બોક્સિંગ કરતા જોવા મળ્યા ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં ખેલ પ્રધાન મેરી કોમની સાથે બોક્સિંગ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમનો છે. જ્યાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી વિશ્વ ચેમ્પિયનશિપની તૈયારીમાં લાગેલી છે. 

એએનઆઈ દ્વારા શેર કરાયેલા આ વીડિયો પર  તમામે ખેલ પ્રધાનની ખૂબ પ્રશંસા કરી છે. ફેન્સનું માનવું છે કે જો ભારત ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે તો તેનું સૌથી મોટું કારણ રાજ્યવર્ધન સિંહ રાઠોડની ગેમ્સમાં સક્રિયતા છે. 

મહત્વનું છે કે આ વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ભારતીય એથલીટોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. ખેલ પ્રધાન સતત એથલીટો પર નજર બનાવી રાખે છે, જેનાથી ભારતને સફળતા મળી શકે. 

— Mary Kom (@MangteC) November 1, 2018

એક યૂઝરે ખેલ પ્રધાનની પ્રશંસા કરતા લખ્યું- આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર આપણા ખેલ પ્રધાનને આપણા ખેલાડીની સાથે રિંગમાં આ રીતે રમતા જોયા... અમને તેના પર ગર્વ છે. ખેલ મંત્રી તરીકે તમે યોગ્ય છો. તમે આમ કામ કરતા રહો સર. 

ઉલ્લેખનીય છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર શૂટર રહ્યાં છે અને 2004 ઓલંમ્પિક સહિત ઘણી સ્પર્ધામાં ભારત માટે મેડલ જીતી ચુક્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news