ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ઝટકો, સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમની 2 મહિલા ખેલાડી કોરોનાથી સંક્રમિત
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેવા પહોંચેલી બે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક સપોર્ટ સ્ટાફનો સભ્ય પણ કોરોનાથી સંક્રમિત થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ માટે એક ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. મહિલા ક્રિકેટ ટીમની ત્રણ ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા મહિલા ક્રિકેટ ટીમના શરૂ થયેલા ટ્રેનિંગ કેમ્પમાં ત્રણ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેવા પહોંચેલી બે ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક સપોર્ટ સ્ટાફનો સભ્ય પણ કોરોનાથી સંક્રમિત થયો છે.
આ ત્રણેયને તત્કાલ કેમ્પથી અલગ કરીને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ વિશે જાણકારી આપતા કહ્યું, અમે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. આ બધાને સેલ્ફ આઈસોલેશનમાં 10 દિવસ માટે મોકલી દેવામાં આવ્યા છે. હવે આ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે નહીં.
IPL 2020 ની તારીખોની જાહેરાત, જાણો યૂએઇમાં ક્યારે યોજાશે પહેલો મુકાબલો
તેમણે આગળ કહ્યુ, તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે, અમારી મેડિકલ ટીમ બધા ઉપર નજર રાખી રહી છે. કોવિડ 19 માટે જારી પ્રોટોકોલ પ્રમાણે તેના માટે સારા સ્વાસ્થ્યની પુષ્ટિ કરવામાં આવી રહી છે. બધી ખેલાડી પરત ટ્રેનિંગ કેમ્પમાં આવશે અને ક્રિકેટ સાઉથ આફ્રિકાની મેડિકલ ટીમ કમિટી દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે