જિમ્નેસ્ટ સિમોન બાઇલ્સનો વર્લ્ડ રેકોર્ડ, જીત્યો 13મો વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ
બાઇલ્સ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલની દાવેદાર હતી અને તેણે આશા પ્રમાણે પ્રદર્શન કર્યું હતું. તેણે (15.366) કેનેડાની શૈલોન ઓલ્સનને પાછળ છોડી જે 14.516ના માર્ક પર રહી હતી. બ્રોન્ઝ મેડલ મેક્સિકોની એલેક્સ મોરેનોના નામે રહ્યો હતો.
Trending Photos
દોહાઃ સુપરસ્ટાર સિમોન બાઇલ્સે શુક્રવારે ઈતિહાસ રચી દીધો અને તે 13 વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીતનારી વિશ્વની પ્રથમ જિમ્નેસ્ટ બની ગઈ છે. સિમોને કતરમાં આયોજીત વર્લ્ડ કલાત્મક જિમ્નેસ્ટિક્સ ચૅમ્પિયનશિપની વોલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
બાઇલ્સ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલની દાવેદાર હતી અને તેણે આશા પ્રમાણે પ્રદર્શન કર્યું હતું. તેણે (15.366) કેનેડાની શૈલોન ઓલ્સનને પાછળ છોડી જે 14.516ના માર્ક પર રહી હતી. બ્રોન્ઝ મેડલ મેક્સિકોની એલેક્સ મોરેનોના નામે રહ્યો હતો.
અમેરિકાની 21 વર્ષની મહિલા જિમ્નેસ્ટે બેલારૂસના દિગ્ગજ પુરૂષ ખેલાડી વિતાલી શેરબોના ઓલટાઇમ રેકોર્ડને તોડ્યો હતો. વિતાલીએ આ રેકોર્ડ બાઇલ્સના જન્મના એક વર્ષ પહેલા એટલે કે 1996માં બનાવ્યો હતો. બાઇલ્સે દોહામાં એક સપ્તાહમાં ત્રીજો ગોલ્ડ મેડલ તેના નામે કર્યો છે. આશા કરવામાં આવી રહી છે કે, તે આ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ મેડલ જીતી શકે છે.
બાઇલ્સનો આ ઓવરઓલ 17મો વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ છે. રૂસની સ્વેતલાના ખોરકિનાના નામે રેકોર્ડ 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ છે જેનાથી બાઇલ્સ હવે માત્ર 3 મેડલ પાછળ છે. બે વર્ષ પહેલા બાઇલ્સે ઓલંમ્પિકમાં 4 મેડલ જીતનાર પ્રથમ અમેરિકી મહિલા જિમ્નેસ્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ સ્વાસ્થ્યને કારણે તે લાંબા સમય સુધી રમતમાંથી બહાર રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે