શુભમન ગિલ ચેન્નઇ કાવેરી હોસ્પિટલમાં દાખલ, અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચમાંથી બહાર
world cup 2023: અફઘાનિસ્તાન (afghanistan) વિરૂદ્ધ 11 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં યોજાનાર મેચમાં હાજર રહેશે નહી. ભારતીય ઓપનર સોમવારે સવારે કાવેરી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે અને હાલમાં તે ડોક્ટરોની વિશેષ દેખરેખ હેઠળ છે
Trending Photos
Shubman Gill: ભારતીય (Indian) ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill) અત્યારે ડેન્ગ્યૂના તાવમાં સપડાયા છે. તેમને ચેન્નઇમાં એક હોસ્પિટલમાં દાખલ (Admitted to a hospital in Chennai) કરવામાં આવ્યા છે. તેના લીધે અફઘાનિસ્તાન (afghanistan) વિરૂદ્ધ 11 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં યોજાનાર મેચમાં હાજર રહેશે નહી. ભારતીય ઓપનર સોમવારે સવારે કાવેરી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે અને હાલમાં તે ડોક્ટરોની વિશેષ દેખરેખ હેઠળ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના ડોક્ટર રિઝવાન ખાન, જે ટીમ સાથે યાત્રા કરી રહે છે. યુવા સલામી બેટ્સમેનની દેખભાળ પણ કરી રહ્યા છે.
ક્રિકબઝની માનીએ તો શુભમન ગિલનું પ્લેટલેટ કાઉન્ટ થોડા સમયથી ઘટી ગયા છે, આ જ કારણ છે કે તે ટીમ સાથે દિલ્હી ગયો ન હતો, જ્યાં ભારતને વર્લ્ડ કપ 2023ની બીજી મેચ બુધવારે અફઘાનિસ્તાન સામે રમવાની છે. ટીમ મેનેજમેન્ટને તબીબી સલાહ આપવામાં આવી છે કે પ્લેટલેટની સંખ્યા ઓછી હોય તો ઉડાન ભરવાનું ટાળે. આ પહેલા સોમવારે બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી હતી કે શુભમન ગિલ દિલ્હી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તે ચેન્નાઈમાં જ રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. તે પહેલી મેચ પણ રમી શક્યો ન હતો.
BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ 9 ઓક્ટોબર 2023ના રોજ ટીમ સાથે દિલ્હી નહીં જાય. ઓપનિંગ બેટ્સમેન, જે ચેન્નઇમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ટીમની પહેલી મેચ રમી શક્યો ન હતો, તે અફઘાનિસ્તાન સામેની ટીમની આગામી મેચ પણ ચૂકી જશે, જે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાનાર છે. તે ચેન્નાઈમાં રહેશે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. આ રીતે ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય.
128 વર્ષ બાદ ક્રિકેટની ઓલિમ્પિકમાં વાપસી, IOCને મળશે તિજોરીઃ રિપોર્ટ
એવું માનવામાં આવે છે કે ગિલ 4 ઓક્ટોબરે ચેન્નાઈ પહોંચ્યા બાદ ભારતીય ટીમના ઘણા સભ્યોએ તેને જોયો નથી. તે ટીમ હોટલમાં છે, જ્યાં કાવેરી હોસ્પિટલના ડોકટરો તેનું બ્લડ ટેસ્ટ કરી રહ્યા હતા અને તેના પ્લેટલેટ કાઉન્ટનું નિરીક્ષણ કરી રહ્યા હતા. શનિવારે અમદાવાદમાં પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચ માટે ગિલ ઉપલબ્ધ થશે કે કેમ તે હજુ અનિશ્ચિત છે. ગિલની ગેરહાજરી રવિવારે ત્યારે અનુભવાઈ જ્યારે તેના સ્થાને આવેલા ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. અમદાવાદમાં ગિલનો રેકોર્ડ મજબૂત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે