ભારત-પાકિસ્તાનને મેળવવા માટે મેં શોએબ મલિક સાથે લગ્ન નથી કર્યાઃ સાનિયા મિર્ઝા

સાનિયાએ કહ્યું, મારા લગ્નનો ઉદ્દેશ ભારત અને પાકિસ્તાનને એકજૂથ કરવાનો ન હતો. ઘણા લોકો તેવું માને છે કે અમે બે દેશને એક કરવા માટે લગ્નના બંધનમાં બંધાયા, પરંતુ આ સત્ય નથી.
 

 ભારત-પાકિસ્તાનને મેળવવા માટે મેં શોએબ મલિક સાથે લગ્ન નથી કર્યાઃ સાનિયા મિર્ઝા

નવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેમના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક આ દિવસોમાં પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યાં છે. સાનિયા જલ્દી પોતાના પ્રથમ સંતાનને જન્મ આપવાની છે. આ વચ્ચે એક મીડિયા સમૂહ સાથે વાતચીતમાં ટેનિસ સ્ટારે પોતાની જિંદગીના ઘણા મુદ્દા પર ચર્ચા કરી. તેણે કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્નનો નિર્ણય તેનો વ્યક્તિગત હતો અને આ ભારત-પાકિસ્તાનના સંબંધ માટે ન હતું. 

સાનિયાએ કહ્યું, મારા લગ્નનો ઉદ્દેશ ભારત અને પાકિસ્તાનને એકજૂથ કરવાનો ન હતો. ઘણા લોકો તેવું માને છે કે અમે બે દેશને એક કરવા માટે લગ્નના બંધનમાં બંધાયા, પરંતુ આ સત્ય નથી. આ કોઇ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના ન હતી. અમે બંન્નેએ આજીવન એક સાથે રહેવાનો નિર્ણય કર્યો અને લગ્ન કરી લીધા. સાનિયાએ તે પણ કહ્યું કે તેને પાકિસ્તાનમાં ખૂબ પ્રેમ મળે છે. તેણે કહ્યું, હું વર્ષમાં એકવાર પાકિસ્તાન જરૂર જાવ છું અને સાસરિયામાં મારા સંબંધીઓને મળુ છું. ત્યાં મને બધા ભાભી કહે છે અને ખૂબ પ્રેમ મળે છે. 

માં બનવા અને બાળકના ભવિષ્યને લઈને પૂછાયેલા સવાલ પર સાનિયાએ કહ્યું, હું અને શોએબ આ દિવસોમાં ખૂબ ખુશ છીએ અને બાળકનું સ્વાસ્થ્ય ઈચ્છીએ છીએ. મારૂ બાળક ક્રિકેટર કે ટેનિસ સ્ટાર કે બીજુ કંઇપણ બનવા ઈચ્છે તો અમને કોઇ વાંધો નથી. જ્યાં સુધી મારો સવાલ છે તો હું ઈચ્છીશ તે ડોક્ટર બની, પરંતુ આ નિર્ણય કરવાનો સમય જિંદગીમાં ખૂબ મોળો આવશે. 

બાળક પાકિસ્તાની કે ભારતીય હોવાના સવાલ પર તેણે કહ્યું, સેલિબ્રિટી હોવાને કારણે અમારે આ સવાલનો સામનો કરવો પડશે. હું મારા દેશ અને પરિવાર માટે આજે પણ ટેનિસ રમું છે અને તેવું શોએબની સાથે પણ છે. અમે આ પ્રકારના ટેગને લઈને પરેશાન નથી. મીડિયા માટે સારી હેડલાઇન હોઈ શકે છે પરંતુ ઘર પર આ વિશે વાત થતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news